December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ફેલોશીપ સ્‍કૂલ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ટોપ રહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલના વિદ્યાર્થીઓ આંતર શાળા વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં ઝળક્‍યા. વાપીની ફેલોશિપ મિશન સ્‍કૂલ દ્વારા આંતર શાળા વક્‍તૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીની વીસ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલના વિદ્યાર્થીઓએ તત્‍કાળ રજૂ કરવાના વિષય પર વક્‍તવ્‍ય આપી સફળતા હાંસલ કરી હતી. જેમાં ધોરણ એકની વિદ્યાર્થીની તપસ્‍યા લદુમોર તૃતિય ક્રમે, ધોરણ પાંચની વિદ્યાર્થીની દેવાંજદના ગુપ્તા ચોથા ક્રમે, ધોરણ નવની વિદ્યાર્થીની કૃપા ઠક્કર બીજા ક્રમે અને ધોરણ દસની વિદ્યાર્થીની પૂનમ કારાલે બીજા ક્રમે રહી શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા શ્રીમતી બિન્નીપૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને એમની માર્ગદર્શક ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક પરિયારી શાળામાં દેશભક્‍તિ ગીતની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ વાપી ગ્રેટરના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં નવરાત્રીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ઝોન કક્ષાની વાર્તા કથન સ્‍પર્ધામાં ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળા વાપીની વિદ્યાર્થીની દ્વિતિય ક્રમે વિજેતા

vartmanpravah

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

vartmanpravah

Leave a Comment