December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતે દરેક ગ્રામ પંચાયતોમાં કરેલી સાફ-સફાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહાત્‍મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત એક કલાકના કાર્યક્રમના માધ્‍યમથી રાષ્ટ્રપિતા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતિ નિમિતે દાનહ જિલ્લા પંચાયત કચેરી અને પ્રદેશની દરેક ગ્રામ પંચાયતોમાં સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવ્‍યું. જેમાં દરેક ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચો, વોર્ડ સભ્‍યો તથા જિ.પં. સભ્‍યો અને નાગરિકોએ સ્‍વચ્‍છતા અભિયાનમાં શ્રમદાનનું યોગદાન આપ્‍યું હતું.
આ અવસરે દરેક પંચાયતોમાં વોલીબોલ રમત સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. સાથે દરેક પંચાયતમાં સ્‍વૈચ્‍છિક રક્‍તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દરેક પંચાયતમાં દરેકે સ્‍વચ્‍છતા શપથ લીધા હતા.

Related posts

ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી મજીગામ-થાલા-પાટી માઇનોર કેનાલના તકલાદી કામને કારણે સરકારના લાખો રૂપિયા એળે જવાની સર્જાય રહેલી ભીતિ

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્‍વાગત સપ્તાહની ઉજવણી કરાશે

vartmanpravah

દમણ ન.પા. અને જિ.પં.ના અધ્‍યક્ષોએ દમણવાડા અને પરિયારી ગ્રા.પં. વિસ્‍તારમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્‍કાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના 19મા વર્ષમાં મંગળ પ્રવેશ ટાણે…

vartmanpravah

Leave a Comment