(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01: દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘‘ખેલેગા ભારત, તો ખિલેગા ભારત” અભિયાન અંતર્ગત આયોજીત દમણમાં જિલ્લા સ્તરીય વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક મોડલ શાળા નાની દમણની ધોરણ 7 ની વિદ્યાર્થીની કુ. પ્રિયંકા શ્યામ બેનર્જીએ જિલ્લા કક્ષાની ‘બોક્સિંગ’ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે તીરંદાજી સ્પર્ધામાં પણ ધોરણ 7 ની વિદ્યાર્થીની પલકકુમારીએ દ્વિતીય ક્રમ હાંસલ કરીને શાળાનું રોશન કર્યું છે. બંને વિદ્યાર્થીનીઓને મેડલ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી હતી.
નાની દમણની સરકારી ઉચ્ચ પ્રાથમિક મોડલ શાળાની વિદ્યાર્થીઓ તેમના શિક્ષક શ્રી મહાહપ્પા અને શ્રી સચિનના માર્ગદર્શનમાં બોક્સિંગ તથા તીરંદાજીની ખુબ મહત્ત્વપૂર્ણ તાલીમ આપી હતી. સિદ્ધી બદલ શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ તથા તમામ શિક્ષકોએ બંને વિદ્યાર્થીનીઓને શુભકામના અને અભિનંદન આપ્યા હતા.