Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગાંધી જયંતિની ઉજવણી : ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સાથે ઉજવણી કરી

કોપરલી રોડ ગાંધી સર્કલ પાસે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર ચઢાવી આઝાદીના યોગદાનને યાદ કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: તા.02 ઓક્‍ટોબર એટલે પૂ. મહાત્‍મા ગાંધીજીની જન્‍મજયંતિની આજે સોમવારે વાપી સહિત વલસાડ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. કોપરલી ચાર રસ્‍તા સ્‍થિત બાપુની પ્રતિમાને પૂજન અર્ચન, ફુલહાર અને સુતરની આંટી પહેરાવી ભાજપ-કોંહગ્રેસના આગેવાનોએ ગાંધી જયંતિની ઉજવણી કરી હતી.
વાપી નગરપાલિકા અને ભાજપ દ્વારા આયોજીત ગાંધી જયંતિ ઉજવણી કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, કારોબારી ચેરમેન મિતેશભાઈ દેસાઈ સહિત નગરપાલિકાના સભ્‍યો, આગેવાનોએ ગાંધી જયંતિની ઉજવણી કરી ખાદીની ખરીદી કરી હતી. આજ સ્‍થળે કોંગ્રેસના આગેવાનોએ પણ ગાંધી જયંતિની ઉજવણી કરી હતી. પાલિકા વિપક્ષ નેતા ખંડુભાઈ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો ગાંધી સર્કલ પાસે ઉપસ્‍થિત ગાંધી જયંતિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાજપ કોંગ્રેસ નેતાઓ રાજનીતિથી પર રહી બન્ને પક્ષના નેતાઓએ મિત્રતા પ્રદર્શિત કરી હતી.

Related posts

ચીખલીના થાલા ગામે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

vartmanpravah

વાપી ગુંજન ઓવરબ્રિજ પાસે સાંઈ મેજીસ્‍ટીક બિલ્‍ડિંગની પાંચ દુકાનોના તાળા તૂટયા

vartmanpravah

દાનહમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી પડયોઃ મધુબન ડેમમાંથી 21327 ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં દિવાળી પર્વ ઉપલક્ષમાં વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નવસારીનાં મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયાં

vartmanpravah

બેખોફ ગૌતસ્‍કરો ફરી ત્રાટક્‍યા : વાપી ગુંજન રેમન્‍ડ સર્કલ પાસે મળસ્‍કે કારમાં ગૌમાતાને ઊંચકી ભરતા નજરાયા

vartmanpravah

Leave a Comment