October 14, 2025
Vartman Pravah
Other

પ્‍લાસ્‍ટિક વેસ્‍ટની આડમાં દારૂ ભરી લઈ જવાતો ટેમ્‍પો રેંટલાવથી ઝડપાયો

ચાલકની ધરપકડ કરી પારડી પોલીસે દારૂ અને ટેમ્‍પો મળી કુલ રૂા.4.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: દમણથી એક આઈસર ટેમ્‍પોમાં દારૂનો જથ્‍થો ભરી નીકળ્‍યો હોવાની બાતમી પારડી પોલીસને મળતા પારડી પોલીસે ટીમ બનાવી રેંટલાવ હનુમાન મંદિર આગળ વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળો ટેમ્‍પો નં.ડીડી-03-જી-9975 આવતા પોલીસે અટકાવી તલાશી લેતા ટેમ્‍પામાં પ્‍લાસ્‍ટિક વેસ્‍ટના જથ્‍થાની નીચે અલગ અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂની બોટલ નંગ 1200 જેની કિંમત રૂા.72000 નો જથ્‍થો મળતા ચાલક અનોજ નરેશભાઈ યાદવ ઉ.વ. 26 રહે.દમણ ચીકુવાડી મુકેશભાઈની ચાલની ધરપકડ કરી છે. અને 72000 નો દારૂ અને રૂા.4,00,000નો ટેમ્‍પો અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.4,77,000 નો મુદ્દામાલ પારડી પોલીસે કબજે લઈ ગુન્‍હો નોંધાયો છે અને આ દારૂ હેરાફેરીમાં સંડોવાયેલા જયેશ નગીનભાઈ પટેલ રહે.દમણ રીંગણવાડા અને અન્‍ય એક ઈસમને વોન્‍ટેડ જાહેર કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સત્‍ય નારાયણ ભગવાનની મહાપૂજા અને દમણવાડા હાયર સેકન્‍ડરી શાળાના શિક્ષકોનો સન્‍માન સમારંભ

vartmanpravah

સેલવાસના મસાટ ખાતે નિર્મિત ઓઆઈડીસીના અદ્યતન ગોડાઉનની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

નવરાત્રિમાં સેલવાસમાં મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા

vartmanpravah

એંઠવાડો ઉલેચી કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કત્તલખાને કપાતી ગાયનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે

vartmanpravah

‘પુરુષાર્થમાં જ વ્‍યક્‍તિનું સાચું ભાગ્‍ય છૂપાયેલું છે, નહીં કે હસ્‍તરેખામાં’

vartmanpravah

Leave a Comment