September 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની મહિલા ઉદ્યોગપતિને આઉટ સ્‍ટેન્‍ડિંગ બિઝનેશ વુમન પુરસ્‍કાર એનાયત

વાપીમાં 2003 થી સ્‍થાપિત પી.આર. એનર્જીના સંસ્‍થાપક સંચાલિકા
રજનીબેન અગ્રવાલનું સન્‍માન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીના મહિલા ઉદ્યોગપતિને આઉટ સ્‍ટેન્‍ડિંગ બિઝનેશ વુમનનો પુરસ્‍કાર એનાયત કરવામાં આવ્‍યો હતો.
વાપીમાં સન 2003માં પી.આર. એનર્જીની સ્‍થાપના કરનાર રજનીબેન અગ્રવાલને કેન્‍દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને બંદર-આયુષ્‍ય મંત્રીના હસ્‍તે ખાસ યોજાયેલ સમારોહ રજનીબેન અગ્રવાલને આઉટ સ્‍ટેન્‍ડિંગ બિઝનેશ વુમનનો પુરસ્‍કાર એનાયત કરવામાં આવ્‍યો હતો. તેમની કંપની દ્વારા ક્‍લીન એનર્જી સોલ્‍યુશન ક્ષેત્રમાં બાયોમાસ અને રિન્‍યુએબલ થર્મલ એનર્જીની આપુર્તિ કરે છે. પી.એચ.ડી. ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝના 118મા સમારોહમાં તેમને આઉટ સ્‍ટેન્‍ડિંગ બિઝનેશ વુમન એવોર્ડથી સન્‍માનિત કરાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું હતું કે,વર્તમાન સમયમાં અમારી કંપની મધ્‍ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્‍ટ્રમાં જુદા જુદા ઉદ્યોગોને બાયોમાસ આધારિત એનર્જી પુરવઠો પુરો પાડી રહેલ છે. વાપીના મહિલા ઉદ્યોગપતિ રજનીબેન અગ્રવાલને મળેલું સન્‍માન વાપીને પણ ગૌરવ પ્રદાન કર્યું છે.

Related posts

વાપી એસ.ટી. ડેપોની મહિલા કન્‍ડક્‍ટરની પ્રમાણિકતા : ઘરેણાં ભરેલ થેલી મહિલાને પરત કરી

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડયો

vartmanpravah

અતુલ ખાતે 14મો ઉલ્‍હાસ કપ ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં એમ. કે. મહેતા હાઈસ્‍કૂલ (ઉમરગામ) વિજેતા

vartmanpravah

આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોના જીવન-ધોરણને સુધારવાનો પ્રશાસનિક પ્રયાસ

vartmanpravah

દાનહના મસાટ ગ્રા.પં.ની વિવિધ સમસ્‍યાથી જિ.પં. પ્રમુખ નિશા ભવરને રૂબરૂ કરાયા

vartmanpravah

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment