Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં હિન્‍દુ પ્રીમિયર લીગ દ્વારા કબડ્ડી ટૂર્નામેન્‍ટ યોજાઈ

ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, હરિયાણા, રાજ્‍યની 50 ટીમોએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી રોફેલ કોલેજમાં શનિવારે હિંદુ પ્રિમિયર લીગ દ્વારા કબડ્ડી ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ટૂર્નામેન્‍ટમાં વિવિધ રાજ્‍યોની 50 ટીમોએ ભાગ લીધો હતો.
હિંદુ સમાજ યુવાનોને સંગઠિત કરવાના ઉદ્દેશથી વાપીમાં હિન્‍દુ પ્રિમિયર લીગ-2 પુરુષ કબડ્ડી ટુર્નામેન્‍ટ રોફેલ કોલેજમાં યોજાઈ હતી. ટૂર્નામેન્‍ટનું ઉદ્‌ઘાટન સલવાવ ગુરુકુળના સંત કપિલ સ્‍વામી, પાલિકા ઉપ પ્રમુખ અભય શાહ, હિંદુ સંગઠનના આગેવાનો અને ડી.વાય.એસ.પી.ના હસ્‍તે દીપ પ્રાગટય કરીને કરાયું હતું. બે વર્ષથી યોજાતીટૂર્નામેન્‍ટના વર્ષે ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, હરિયાણા જેવા રાજ્‍યોમાંથી અંદાજીત 50 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્‍ટનું કબડ્ડી એસો. ગુજરાત રજીસ્‍ટ્રેશન કરાયું છે. ટૂર્નામેન્‍ટમાં વિજેતા ટીમને 15555 રૂા.ના રોકડ પુરસ્‍કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ ટૂર્નામેન્‍ટમાં વાપીની શાળા-કોલેજો તથા વડોદરા એમ.એસ. યુનિવર્સિટી, પારૂલ યુનિ.ના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત માનસિક સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

દાનહઃ કૌંચા ગામમાં ‘સરકાર આપકે દ્વાર’ લોક દરબાર યોજાયો

vartmanpravah

દમણના સરકારી કચીગામ ફાર્મ ખાતે આયોજીત કૃષિ મહોત્‍સવમાં સંઘપ્રદેશે કૃષિ ક્ષેત્રે ભરેલી હરણફાળના થયેલા દર્શન

vartmanpravah

વાપી શાક માર્કેટમાં ડિમોલેશન બાદ નવિન રોડ બનાવવાની કામગીરી ઠપ : સેંકડો લોકો અટવાઈ રહ્યા છે

vartmanpravah

Leave a Comment