September 12, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં શ્રદ્ધાંજલિ આપવા દાનહ જિલ્લાની 20 ગ્રામ પંચાયતો વચ્‍ચે યોજાયેલી વોલીબોલ અને ફૂટબોલની સ્‍પર્ધા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્‍રફુલભાઈ પટેલનાં કુશળ નેતૃત્‍વમાં તથા દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડૉ. અપૂર્વ શર્માના માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી જિલ્લો અને જિલ્લા પંચાયત 20 ગ્રામ પંચાયતોમાં પહેલી ઓક્‍ટોબર, 2023ના રોજ વોલીબોલ સ્‍પર્ધા અને બીજી ઓક્‍ટોબરે ફૂટબોલ સ્‍પર્ધાનું આયોજન કરી રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીને તેમની જન્‍મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.પહેલી ઓક્‍ટોબર, 2023 ના દિને 20 ગ્રામ પંચાયતથી વોલીબોલ સ્‍પર્ધામાં ભાગ લેવા 12 ટીમો આવી હતી. સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલી સ્‍પર્ધામાં ખાનવેલ ગ્રામ પંચાયતની ટીમ વિજેતા બની હતી જ્‍યારે પ્રથમ રનરઅપ તરીકે આંબોલીની ટીમ રહી હતી અને દ્વિતીય રનરઅપ રૂદાના ગ્રામ પંચાયતની ટીમ રહેવા પામી હતી.
બીજી ઓક્‍ટોબર, 2023 ના દિને 20 ગ્રામ પંચાયતની આયોજીત ફૂટબોલ સ્‍પર્ધામાં 11 ટીમોએ ભાગ લીધો હતો. જે ખાનવેલ પંચાયતના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે રમાડવામાં આવી હતી. જેમાં કૌંચા ગ્રામ પંચાયતની વિજેતા બની હતી. જ્‍યારે પ્રથમ રનરઅપ તરીકે સુરંગી પંચાયતની ટીમ રહી હતી અને દ્વિતીય રનરઅપ તરીકે દૂધની ગ્રા.પં.ની ટીમ રહેવા પામી હતી.
ગ્રામ પંચાયતોમાં વિવિધ રમતોનું આયોજન કરવાથી ગ્રામજનોએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ-પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડૉ. અપૂર્વ શર્માનો ખૂબ ખૂબ આભાર માન્‍યો.

Related posts

રામજી મંદિર હોલ દુધિયા તળાવ ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત રૂા.૩૩.૫૮ કરોડના વિકાસકાર્યોનું ઇ- ખાતમુહૂર્ત અને ઈ – લોકાર્પણ કરતા નવસારી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ટોરેન્‍ટ પાવર દ્વારા વીજદરમાં કરાયેલો તોતિંગ ભાવ વધારો

vartmanpravah

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

vartmanpravah

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

vartmanpravah

સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિનું પ્રદેશવાસીઓએ આનંદ, ઉલ્લાસ અને ઉમંગ સાથે કરેલું સ્‍વાગત

vartmanpravah

વલસાડ કોસ્‍ટલ હાઈવે ઉપર બુલેટ ગાયને ભટકાતા ઘટના સ્‍થળે જ ગાયનું મોત : બુલેટ ચાલક ઘાયલ

vartmanpravah

Leave a Comment