December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર માલનપાડા રોડ ઉપર ટ્રક-બાઈક વચ્‍ચે અકસ્‍માત : બાઈક સવાર દંપતિ પૈકી પત્‍નીનું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ધરમપુર માલનપાડા ક્રિષ્‍ણા હોટલ નજીક ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી દેતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બાઈક સવાર દંપતિ પૈકી પત્‍નીનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.
ધરમપુર પૈકી ગામના નિશાળ ફળીયામાં રહેતાખુશાલભાઈ મનસભાઈ ભોયા તેમની પત્‍ની સોનકીબેન ભોયા સાથે બાઈક નં.જીજે 15 બીએ 5254 ઉપર સવાર થઈને ધરમપુર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન માલનપાડા પાસે ટ્રક નં.જીજે 3 બીવાય 3463 ના ચાલકે બાઈકને ભટકાવી દીધી હતી. અકસ્‍માતમાં સોનકીબેન નીચે પટકાતા ગંભીર ઈજાઓના કારણે સ્‍થળ ઉપર જ કરુણ મોતને ભેટયા હતા. ધરમપુર પાલિકાના માજી સભ્‍ય સુરેશભાઈ ગાયકવાડ ઘટના સ્‍થળે દોડી આવી 108 એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસને અકસ્‍માતની જાણ કરી હતી. પોલીસે લાશને પી.એમ. માટે મોકલી આપી હતી.

Related posts

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

vartmanpravah

રાનવેરીકલ્લા ગામે દીપડાએ વાછરડા ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં દહેશત

vartmanpravah

વાપી ચલા રોડ ગોલ્‍ડ કોઈન સર્કલ પાસે કાદવમાં 40 જેટલા ટુવ્‍હિલર સ્‍લીપ : કેટલાક હોસ્‍પિટલ ભેગા થયા

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

સુરત-નાશિક-અહમદનગર ભારતમાલા પ્રોજેક્‍ટના વિરોધમાં અસરગ્રસ્‍ત આદિવાસી સમાજના ખેડૂતોએ મામલતદારને વાંધા અરજી આપી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સેલવાસ ન.પા.ને ઈ-ગવર્નન્‍સ અંતર્ગત મળેલો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર સમર્પિત કરાયો

vartmanpravah

Leave a Comment