September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધરમપુર ચોકડી ઉપર રૂા.2.16 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ટેમ્‍પો ઝડપાયો

ટેમ્‍પા સાથે પોલીસે રૂા.7.21 લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટક કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર પોલીસે બેટીબચાવો બેટી પઢાવો સ્‍લોગન લખેલ દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ટેમ્‍પો ઝડપી પાડયો હતો.
વલસાડ સિટી પોલીસને મળેલી બાતમી આધારે ધરમપુર ચોકડી ઉપર વોચ ગોઠવી વાહન ચેકિંગ કામગીરી શરૂ કરી હતી તે દરમિયાન બાતમી વાળો બેટી બચાવો બેટી પઢાવો લખેલ ટેમ્‍પો નં.એમએચ 48 ટી 0183 ને અટકાવી ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. ટેમ્‍પોમાં 3084 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ચાલકની અટક કરી હતી. દારૂની કિંમત રૂા.2.16 લાખ, બે મોબાઈલ અને ટેમ્‍પો મળી કુલ રૂા.7.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ ભરાવનાર અને લેનારને વોન્‍ટેડ જાહેર કર્યો હતો.

Related posts

દમણની જેસન ઈન્‍ડસ્‍ટ્રીઝ લિ.એ સીએસઆર ગતિવિધિઓના ભાગરૂપે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન દ્વારા કચીગામ ખાતે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાને 6 ફોટો ફ્રેમ, 02 સ્‍માર્ટ બોર્ડ, 02 કોમ્‍પ્‍યુટર, 02 માઉન્‍ટિંગ સ્‍ટેન્‍ડ અને 24 શાળાની બેન્‍ચ આપવામાં આવી

vartmanpravah

દમણઃ ‘‘સોનાની થાળીમાં લોઢાની મેખ”

vartmanpravah

‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીગઢના જશપુરમાં આયોજીત ‘‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા”માં સેલવાસ નેહરૂ યુવા કેન્‍દ્રના બી.કે.યુવા મંડળનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે રંગબેરંગી કલરઅને પિચકારીઓનું વેચાણ શરૂ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સીલી અને મસાટમાં ગેરકાયદેસર બાંધકામોનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

vartmanpravah

Leave a Comment