July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં હોટલ, હોમસ્‍ટે તથા બેડ અને બ્રેકફાસ્‍ટ(સુવાની અને નાસ્‍તા)ની સગવડ સાથે સંકળાયેલા વ્‍યવસાયીઓને તેમનું લાયસન્‍સ પ્રવાસન વિભાગ પાસેથી મેળવી લેવાનું હોય છે. પરંતુ કેટલીક હોટલો, હોમસ્‍ટે, બેડ અને બ્રેકફાસ્‍ટના ધંધા સાથે સંકળાયેલા લોકો જરૂરી રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર જ પોતાના ધંધાને ચલાવી રહ્યા હોય તેઓ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રજીસ્‍ટ્રેશન ઓફ ટુરિસ્‍ટ એક્‍ટ 1982 અંતર્ગત બનેલા નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાથી તેઓને પોતાનો ધંધો શરૂ કરતા પહેલાં જરૂરી લાયસન્‍સ લઈ લેવા પ્રવાસન વિભાગ દ્વારા તાકિદ કરવામાં આવી છે. લાયસન્‍સ/રજીસ્‍ટ્રેશન વગર ચાલતા આ પ્રકારના ધંધાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચિમકી આપવામાં આવી છે.
દરમિયાન જેઓએ રજીસ્‍ટ્રેશન કે લાયસન્‍સ રિન્‍યુ નહીં કરાવ્‍યું હોય તેવાઓએ પોતાની હોટલના લાયસન્‍સને રિન્‍યુ કરવાની મુદ્દતપછી લાયસન્‍સની વેલીડીટી ખતમ થઈ જતી હોય છે, તેથી લાયસન્‍સ રિન્‍યુ કરવા માટે પણ તાકિદ કરવામાં આવી છે.

Related posts

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ વલસાડ જિલ્લાની 768 શાળાના 16275 વિદ્યાર્થીઓએ વિવિધ સ્‍પર્ધામાં ભાગ લીધો

vartmanpravah

સોલધરા ગામે માતાએ પૈસા ન આપતા પુત્રએ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલમાં ઈન્‍વેસ્‍ટિચર સેરમની કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. દ્વારા ગેરરિતી આચરતી સાત ટ્રકોને રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો : ટ્રક માલિકોમાં ફફડાટ

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

Leave a Comment