(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : અગ્નિશમન અને કટોકટી સેવા વિભાગમાં અગ્નિશમન કર્મચારીઓને હંમેશા વિવિધ પ્રકારની કટોકટીઓમાં ચુસ્તી અને તત્પરતાથી કાર્ય કરવા પડતું હોય છે. જેના લઈને અગ્નિશમન સેવા વિભાગના કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેવું ખુબ જ જરૂરી છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અગ્નિશમન કર્મચારીઓની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન 4 મહિના સુધી શિયાળાની ઋતુમાં શારીરિક ફિટનેશ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. જેની કડીમાં આ વર્ષે પણ અગ્નિશમન અને કટોકટી સેવા વિભાગ, દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્બેરે(આઈ.પી.એસ.)ના દિશા-નિર્દેશમાં શિયાળાની ઋતુમાં શારીરિક ફિટનેશ શિબિરનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જે ફેબ્રુઆરી, 2025 સુધી ચાલુ રહેશે.
