October 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તીઘરા હાઈવે પર કન્‍ટેનરની અડફેટે ત્રિપલ સવાર બાઈક પેકી એકનું મોત, બે ઘાયલ

મિત્રની શો રૂમમાં કાર સર્વિસમાં મૂકી પરત પારડી ઘરે ફરતા યુવાનોને નડ્‍યો હતો અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી શહેરમાં દમણીઝાંપા ખાતે રહેતો કિશન ચુનીલાલ પ્રજાપતિની કાર વાપી શો રૂમમાં સર્વિસમાં આપવાની હોવાથી તેણે તેના મિત્ર પારડી ભેંસલાપાડા સાઈ મંદિરની બાજુમાં રહેતા રાકેશ છોટુભાઈ જોગી ઉ.વ.23 અને રિતિક અર્જુનભાઈ પાંડેને સાથે બોલાવ્‍યા હતા. જેથી બંને મિત્રો પલ્‍સર બાઈક નંબર જીજે-21-બીજી-7477 લઈ વાપી શો રૂમ ગયા હતા. જ્‍યાં કિશનની કાર સર્વિસમાં મૂકયા બાદ આ ત્રણેય મિત્રો પલસર બાઈક પર ત્રિપલ સવારી કરી પરત ઘરે પારડી આવતા હતા. ત્‍યારે બાઈક કિશન બાઈક ચલાવતો હતો અને વચ્‍ચે રિતિક અને પાછળ રાકેશ બેઠો હતો. તેઓ તીઘરા થાંભલા ફેક્‍ટરી સામે નેશનલ હાઈવે નં.48 થી પસાર થતા હતા ત્‍યારે તેમના પાછળ પૂરપાટ ઝડપે આવેલા એક કન્‍ટેનરે પલસર બાઈકને પાછળથી અડફેટમાં લેતા ત્રણેય મિત્રો માર્ગ પર પટકાયા હતા અને રિતિકના માથાના ભાગેથી વાહનનું ટાયર ફરી વળતા રિતિકનું ઘટના સ્‍થળે મોત નીપજ્‍યું હતું જ્‍યારે કિશન અને રાકેશ ઈજાગ્રસ્‍ત બનતા બંનેને એમ્‍બુલન્‍સ મારફતે પારડી કુરેશી હોસ્‍પિટલ લઈજવાયા હતા. કિશનને હાથમાં અને પગમાં ઈજા પહોંચી છે જ્‍યારે રાકેશને સામાન્‍ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્‍યું છે. આ અકસ્‍માતની પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે મૃતદેહનો કબજો લઈ ઓરવાડ પીએચસી ખાતે પી.એમ કરાવડાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડમાં શ્રી કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

vartmanpravah

દાનહના સુરંગીમાં જૂના ટાયરોનું રિસાયકલીંગ કરતી ઓઈસ્‍ટર કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

વલસાડ હાઈવે ડુંગરી બામ ખાડીમાં સુરતના પરિવારની કાર ખાબકી : રાત્રે બનેલી ઘટનાથી દોડધામ

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે દાનહઃ બિન્‍દ્રાબિન તડકેશ્વર મહાદેવના મંદિરે પ્રદેશ ભાજપપ્રભારી તથા પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે કરેલો જળાભિષેક

vartmanpravah

વિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામું

vartmanpravah

Leave a Comment