Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણની પરિયારી શાળાના 4 શિક્ષકોને રોટરી ક્‍લબ દ્વારા મળેલો ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: મોટી દમણના શિક્ષણ સદન ખાતે શિક્ષણ વિભાગના સહયોગથી રોટરી ક્‍લબ ઓફ દમણ દ્વારા દમણના 76 શિક્ષકોને નેશન બિલ્‍ડર એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમાં પરિયારીની શહિદ ભગતસિંહ ઉચ્‍ચ પ્રાથમિક શાળાના 4 શિક્ષકોની પસંદગી થતાં ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી અરવિંદભાઈ સુમરાએ અભિનંદન પાઠવ્‍યા હતા.
‘નેશન બિલ્‍ડર એર્વોડ’ મેળવનારા શિક્ષકોમાં ગુજરાતી માધ્‍યમ પ્રાથમિક વિભાગમાંથી શ્રી નવીનભાઈ ધોડી અને અંગ્રેજી માધ્‍યમમાંથી પ્રાથમિક વિભાગમાં કુ. રિયંકા પટેલ, ઉચ્‍ચ પ્રાથમિક વિભાગમાંથી શ્રીમતી ડિમ્‍પલ પટેલ, અને અંગ્રેજી પ્રાથમિક વિભાગમાંથી શ્રીમતી બિનલ પટેલની પસંદગી કરાઈ હતી. આ તમામ શિક્ષકોને આચાર્યશ્રીએ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ રેનકોટ જપ્ત કરી વેપારીઓને દંડિત કરાયા

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી નરોલીના એક વ્‍યક્‍તિએ ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજીત દાનહના ખાનવેલ ચૌડા ખાતે સનરાહી ગ્રાઉન્‍ડમાં આયોજીત કબડ્ડી લીગ ટૂર્નામેન્‍ટમાં દૂધની ડેઅર ડેવિલ ચેમ્‍પિયન

vartmanpravah

દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના ધૂંધળી

vartmanpravah

દાનહઃ સામરવરણી રીંગરોડ ઓવરબ્રિજ નજીક સામેથી આવતા ટેન્‍કરે ટ્રકને ટક્કર મારતાં ટ્રક પલ્‍ટી જતાં ચાલકનું મોત

vartmanpravah

ધરમપુરના વિરવલ અને નાની ઢોલડુંગરી ગામોના સરપંચ-ઉપ સરપંચનીવરણી કરાઈ

vartmanpravah

Leave a Comment