Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકામાં ફાયર સ્‍ટેશન માટે જાગૃત યુવાનો દ્વારા કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીને આપ્‍યું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લાના કપરાડા સિવાયના તમામ તાલુકાઓમાં ફાયર સ્‍ટેશન સેન્‍ટરની સુવિધા છે, કપરાડા તાલુકો ખૂબ જ મોટો અંતરિયાળ વિસ્‍તાર છે. કપરાડા તાલુકાની કમનસીબ કહેવાય હજુ સુધી ફાયર સ્‍ટેશન સેન્‍ટર ઉપલબ્‍ધ કરાવવા સરકાર દ્વારા ધ્‍યાનમાંલેવામાં આવ્‍યું નથી.
તાજેતરમાં મોજે બિલિયા ગામના વ્‍યક્‍તિઓ ગામમાં આવેલ ચેકડેમમાં તણાયા હતા. કપરાડા ખાતે ફાયર સ્‍ટેશન સેન્‍ટરની સુવિધા ઉપલબ્‍ધ ન હોવાના કારણે તેઓને બચાવી શકાયેલ નથી તથા બે દિવસ જેટલા લાંબા સમયગાળા બાદ મૃતદેહો મળ્‍યા હતા. સ્‍થાનિક લોકો અને ફાયરબ્રિગેડ ધરમપુરે ભારે જહેમત ઉઠાવી નદીમાંથી બહાર કાઢવામાં આવ્‍યા હતા. આવી અનેક ઘટના કપરાડા તાલુકામાં ઘણી બધી બની ચૂકેલી છે. પાર નદી, કોલક નદી, દમણગંગા નદીમાં અનેક લોકો ડૂબી જવાની આકસ્‍મિક ઘટના બની છે. આગમાં મકાનો સળગી કે તૂટી પડવાની પણ ઘટનાઓ બની છે. તેમાં ફાયર સ્‍ટેશન ન હોવાના કારણે લોકોને જાન ગુમાવવી પડી. તો કપરાડા તાલુકામાં ફાયર સ્‍ટેશન ઊભું થાય તેવી સમગ્ર લોકોની માંગ છે. જે અંગે ધારાસભ્‍ય કપરાડા – પૂર્વ મંત્રી ગુજરાત સરકાર જીતુભાઈ ચૌધરીને આવેદન પત્ર આપી ધ્‍યાન દોરવામાં આવ્‍યું છે.
કપરાડા જેવા અંતરિયાળ અને પહાડી વિસ્‍તારમાં માર્ગ અકસ્‍માત, પુર હોનારત તથા દુકાનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ઉપરાંત જાગૃકતાના અભાવે આ વિસ્‍તારના રહીશો આગમચેતી રાખી શકતા નથી.
નાનાપોંઢાથી સુથારપાડા સુધીનો રસ્‍તો ખાડા ટેકરાવાળો હોવાથી ચોમાસામાં અકસ્‍માતનીઘટનાઓ વારંવાર બને છે તથા લોકોને જીવ ગુમાવવો પડે છે.
વલસાડ જિલ્લાના કપરાડા સિવાયના તમામ તાલુકાઓમાં ફાયર સ્‍ટેશન સેન્‍ટરની સુવિધા છે, પરંતુ કપરાડામાં આ સુવિધાના અભાવે આકસ્‍મિક પરિસ્‍થિતિઓમાં નિર્દોષ લોકોને બચાવી શકાતુ નથી. તમામ હકીકતો ધ્‍યાને લેતાં, કપરાડા ખાતે ફાયર સ્‍ટેશન સેન્‍ટર ઉપલબ્‍ધ કરાવવા સતિષભાઈ ડી. કરડેલ, હિરલકુમાર એ.પટેલ, પીનેશભાઈ આર.પવાર, ભાવેશભાઈ બી. ગાંવિત, હરેશભાઈ જી.રાઉત, સંજયભાઈ આર.ખાંડરા દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
કપરાડા તાલુકાના વિસ્‍તારથી જાણકાર અને આગ અને બચાવ કાર્યની તાલીમમાં નિપૂણ એવા કપરાડા તાલુકાના કેટલાક જવાનો છે. જેઓને આ ફાયર સ્‍ટેશન થકી નોકરી મળી જશે.
જાગ્રત યુવાનો અને કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા દ્વારા કપરાડામાં ફાયર સ્‍ટેશન સેન્‍ટર ઉપલબ્‍ધ કરાવવા કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, કલેક્‍ટરશ્રી વલસાડ, મુખ્‍યમંત્રીશ્રી ગાંધીનગર, ગુજરાતને આવેદનપત્ર પાઠવ્‍યું છે.

Related posts

દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વશીબેન પટેલનો બિનહરિફ વિજયઃ ફક્‍ત ઔપચારિક સત્તાવાર જાહેરાત બાકી

vartmanpravah

મોટાપોંઢાની આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં પર્યાવરણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અતુલ ખાતે ટેમ્‍પાનું ટાયર ફાટતાં સામેના ટ્રેક પર જઈ બ્રિજ પર લટક્‍યો: સામેના ટ્રેક પર ઘસી જઈ બે કાર અને એક ટેમ્‍પાને અડફટે લીધા

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

વાપી હાઈવે સર્વિસ રોડ ઉપર ખનકી-ગટર પાસે સેફટી દિવાલ બનાવવાની ઉઠેલી માગ

vartmanpravah

ચીખલીના સમરોલીની પ્રાથમિક શાળાના બાંધકામમાં વેઠ ઉતારાતા ગ્રામજનો સાથે સરપંચ અને તલાટીએ પંચક્‍યાસ કરી રેતીના સેમ્‍પલો લઈ કામ અટકાવ્‍યું

vartmanpravah

Leave a Comment