Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સંકલ્‍પ સપ્તાહ-2023′ અંતર્ગત સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’ની થનારી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ માનસિક આરોગ્‍ય પ્રત્‍યે બહોળી જાગૃતિના હેતુથી આવતી કાલ તા. 09 થી 15 ઓક્‍ટોબર દરમિયાન ‘સંકલ્‍પ સપ્તાહ-2023′ કાર્યક્રમ અંતર્ગત ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. વિશ્વ આરોગ્‍ય સંગઠનની આ વર્ષની થીમ છે ‘‘માનસિક આરોગ્‍ય અને સાર્વભૌમિક માનવ અધિકાર”
પ્રાપ્ત માહિતી મુજબ વર્તમાનમાં સમયમાં ભારત જેવા ઝડપથી વિકસતા દેશમાં માનસિક આરોગ્‍ય અને ગંભીર ચિંતાનો વિષય બની ચુક્‍યો છે. સંઘપ્રદેશનો આરોગ્‍ય વિભાગ પ્રદેશની જનતા માટે માનસિક આરોગ્‍ય પ્રત્‍યેસમજ અને સહાનુભૂતિને પ્રોત્‍સાહન આપવા માટે સમર્પિત થઈ એક મહિનાની જન જાગૃતિ ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યો છે. ‘સંકલ્‍પ સપ્તાહ-2023′ અંતર્ગત 09થી 15ઓક્‍ટોબર સુધી ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’ મનાવવામા આવશે. આ પહેલના માધ્‍યમથી આરોગ્‍ય વિભાગ પ્રદેશના લોકોને સારા માનસિક આરોગ્‍ય માટે આઇએમમેન્‍ટલ હેલ્‍થ વેરિયર બનવા માટે પ્રોત્‍સાહિત કરવા જઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટીટ્‍યુટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ દ્વારા વિવિધ જગ્‍યા પર વિવિધ ગતિવિધિઓ અને પ્રતિયોગિતા આયોજીત કરવામાં આવી રહી છે. જેમાં માનસિક આરોગ્‍ય પ્રત્‍યે જનજાગૃતિ અભિયાન, ડિજિટલ મેન્‍ટલ હેલ્‍થ જાગૃતિ અભિયાન, વાઇસ વોક્‍સ રેલી, લેટ્‍સ ટોકઃ સિમ્‍પોજીયમ, પોસ્‍ટર મેકિંગ હરીફાઈ, રંગોળી હરીફાઈ, કવિતા લેખન હરીફાઈ, નિબંધ વાર્તા લેખન હરીફાઈ, પ્રશ્નમંચ, સ્‍લોગન લેખન, નુક્કડ નાટકસ્‍કિટ હરીફાઈ, દરેક સહભાગીઓને ભાગીદારી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
આરોગ્‍ય વિભાગ દ્વારા આ પહેલમાં સક્રિય રૂપે ભાગ લેવા માટે પ્રદેશની જનતાને અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

વલસાડના દુલસાડમાં ઘાસ લઈ જતા ટેમ્‍પામાં વીજતાર અડતા લાગી આગ

vartmanpravah

10 વર્ષપહેલા નિર્માણ પામેલ સેલવાસના આંબેડકર નગરના આવાસની સિલીંગમાંથી પ્‍લાસ્‍ટરનો પોપડો ખરી પડયોઃ સદ્‌નશીબે કોઈને ઈજા કે જાનહાનીની ઘટના ટળી

vartmanpravah

વાપી વિસ્‍તારમાં કાળઝાળ ગરમીથી પશુ-પક્ષી, જાનવરોની દયનીય સ્‍થિતિ : મુક જીવો બેહાલી ભોગવી રહ્યા છે

vartmanpravah

વરસાદની ઋતુ દરમિયાન ડેન્‍ગ્‍યુ અને મેલેરિયાના ફેલાવાને રોકવા માટે દાદરા નગર હવેલી અને દમણના ઔદ્યોગિક નોડલ અધિકારીઓને આપવામાં આવી તાલીમ

vartmanpravah

ગુજરાતમાં નકલી ના મારા સાથે વલસાડમાં રીટાયર્ડ અધિકારી માટે નકલી પાણી લાઈનનો ભાંડો ફૂટયો

vartmanpravah

ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્‍સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

Leave a Comment