Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

ધારાસભ્‍ય-નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના મત વિસ્‍તારમાં કળશની પૂજા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: દેશભરમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશયાત્રાઓ ચાલી રહી છે તે સંદર્ભે વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈએ અમૃત કળશ રથને લીલીઝંડી આપી રવાના કર્યો હતો.
દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા શહીદોની યાદીમાં બનાવવામાં આવેલ અમૃત વાટિકા ખાતે માટી અને ચોખા પહોંચાડવાનું અભિયાનનો આરંભ તે અનુસંધાનમાં આજે વાપી છરવાડા રોડ વિસ્‍તારમાં આવેલ ઉમિયા ચોકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કળશની પૂજા કરી રથમાં ચપટી માટી અને ચોખા ભેગા કરી રથને લીલી ઝંડી આપી હતી. કનુભાઈ દેસાઈના પોતાના મત વિસ્‍તારમાં આયોજીત આ કાર્યક્રમમાં વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના તમામ શહેર, તાલુકાઓમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

Related posts

ઘરફોડ ચોરીના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડતી ખેરગામ પોલીસ

vartmanpravah

કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે ચીખલીના દેગામમાં સરપંચ અને ગ્રામજનોએ છાપો મારતા એક કપલ મળી આવતા મચેલો હોબાળો

vartmanpravah

થર્ટીફસ્‍ટ પૂર્વે એલ.સી.બી.નો સપાટો : પારડી હાઈવે ઉપર દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપી પાડી

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

આખરે વાપી જીઆઈડીસીના ઓવરહેડ ટાવરોની લાઈન હટાવવાની કામગીરી શરૂ

vartmanpravah

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

Leave a Comment