December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: ગાંધીનગર જી.સી.ઈ.આર.ટી પ્રેરિત વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ‘‘સમાજ માટે વિજ્ઞાન અનેટેકનોલોજી” થીમ પર આયોજિત ધરમપુર તાલુકાના બી.આર.સી. કક્ષાનું બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023-24 આગામી તા.11 ઓક્‍ટોબરના રોજ સવારે 10-45 કલાકે ખારવેલ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ ડી. પટેલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાનાર છે. જેમાં સમારંભના ઉદઘાટક તરીકે ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ અને પ્રદર્શનના ઉદઘાટક તરીકે ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષ એન. માહલા અને ધરમપુર સાંઈનાથ હોસ્‍પિટલના ડો.હેમંત આઈ. પટેલ ઉપસ્‍થિત રહેશે. જ્‍યારે તા.12 ઓક્‍ટોબરના રોજ બપોરે 3 કલાકે પ્રદર્શનનું સમાપન થશે. સી.આર.સી કક્ષાના પ્રદર્શનમાં શ્રેષ્ઠ કળતિ તરીકે પસંદગી પામેલી કળતિઓને આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે.

Related posts

ચીખલી તાલુકામાં બે વિદ્યાર્થી અને આરોગ્‍ય કર્મચારી સહિત વધુ ચાર જેટલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપવાની ફિરાકમાં..?

vartmanpravah

પારડી શહેર તથા પારડી તાલુકાના ધોડિયા સમાજ દ્વારા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો યોજાયો શુભેચ્‍છા સમારંભ

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી ખાતે “ENTREPRENEUR AWARENESS” પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

આજે સંઘપ્રદેશ ભાજપના નવનિયુક્‍ત રાષ્‍ટ્રીય પ્રભારી વિનોદ સોનકરનું થનારૂં દમણ આગમન

vartmanpravah

ભારતીય રમત-ગમત પ્રાધિકરણના પ્રાદેશિક નિયામક પાંડુરંગ ચાટેએ સેલવાસ સ્‍થિત ‘‘ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”ની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment