October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડની બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડની બઢતી સાથે બદલી થઈ છે. છેલ્લા વર્ષોથી કપરાડા તાલુકા વિકાસ અધિકારીતરીકે ફરજ બજાવતા સંદીપ ગાયકવાડની તાપી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થઈ છે. આથી આજે સંદીપ ગાયકવાડનો વિદાય સમારંભ યોજાયો હતો. કપરાડા તાલુકા પંચાયત પર યોજાયેલા ટીડીઓના વિદાય સમારંભમાં કપરાડાના ધારાસભ્‍ય અને રાજ્‍યના પૂર્વ નર્મદા કલ્‍પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, જિલ્લા પંચાતના સભ્‍યો ભગવાનભાઈ બાતરી, ગુલાબભાઈ રાઉત, ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવિત, તાલુકા પંચાયતના સભ્‍યો અને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કર્મચારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે બદલી થઈને વિદાય થઈ રહેલા સંદીપ ગાયકવાડની લોકોએ ફુલ વર્ષા કરી અને તેમને વિદાય આપી હતી. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્‍યો પણ સર્જાયા હતા. સમારંભમાં આ વિસ્‍તારના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને કર્મચારીઓએ પણ સંદીપ ગાયકવાડે તાલુકામાં કરેલા વિકાસના કામો અને હરહંમેશ લોકો માટે ઉભા રહેતા અને લોકોની સમસ્‍યાઓનું સમાધાન માટે હંમેશા તત્‍પર રહેતા સંદીપ ગાયકવાડની સેવાને યાદ કરી હતી. અને તેમને પ્રમોશન સાથે અહીંથી વિદાય લેતા શુભકામનાઓ પણ પાઠવી હતી. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્‍યો સર્જાયા હતા.

Related posts

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડાના અથોલા ગામ ખાતે આવેલ અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝને જિ.પં.એ પાઠવી કારણદર્શક નોટિસઃ કંપનીને શા માટે સીલ નહીં કરવી? તેના મંગાયા ઉત્તર

vartmanpravah

ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા ગણેશ મહોત્‍સવના ઉપલક્ષમાં બાપ્‍પાની 300 મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્‍વેટર અર્પણકરાયા

vartmanpravah

વાપી-દમણ-સરીગામમાં રાહદારીઓના મોબાઈલ ખેંચી તરખાટ મચાવતી ગેંગના 2 સ્‍નેચરો ઝડપાયા

vartmanpravah

Leave a Comment