January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-દમણ-સરીગામમાં રાહદારીઓના મોબાઈલ ખેંચી તરખાટ મચાવતી ગેંગના 2 સ્‍નેચરો ઝડપાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી, દમણ, ભીલાડ અને સરીગામ વિસ્‍તારમાં ધૂમ સ્‍ટાઈલમાં બાઈક પર આવી રાહદારીઓના મોબાઈલ ખેંચી તરખાટ મચાવતી ગેંગના 2 મોબાઈલ સ્‍નેચરોને એલસીબીની ટીમે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્‍યારે અન્‍ય એક મોબાઈલસ્‍નેચરને વોન્‍ટેડ જાહેર કરી તેને પણ ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, વાપી નેશનલ હાઈવે નં. 48 પર ખોડિયાર હોટલથી યુપીએલ બ્રિજ સુધીના રસ્‍તા પર એક પલ્‍સર બાઈક પર બે યુવકો આંટાફેરા મારે છે. આ યુવકો રાહદારીઓના મોબાઈલ ફોન ખેંચી ભાગી જતી ગેંગના સભ્‍યો છે. આ બાતમીના આધારે ખોડિયાર હોટલે નજીક સર્વિસ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમ્‍યાન બાતમીવાળી પલ્‍સર બાઈક નં. જીજે-1પ-ડીએસ-2376 પર આવેલા 20 થી 22 વર્ષના બે યુવકોને પોલીસની ટીમે દબોચી લીધા હતા. જેઓની પાસેથી આધાર પુરાવા વગરના 9 હજારની કિંમતના ચોરી કરેલા 2 ફોન, 1 લાખનું બાઈક, 12000 રૂપિયા રોકડા મળી કુલ રૂા. 1.21 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. જે બાદ બંને યુવકોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
ઝડપાયેલા બંને ઈસમો પૈકી એકનું નામ વિકાસ ફર્િે મેક્ષ ઉર્ફે ભૈયા રાજુ જયસ્‍વાલ છે. જે મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં વાપી નજીક આવેલ મોરાઈ ગામ ખાતે સાઈદર્શન રેસીડેન્‍સીમાં રહે છે. જ્‍યારે બીજો યુવક ચેતન ઉર્ફે ચીનુ વિક્રમસિંગ છે. જે મૂળ નેપાળનો છે અને હાલ દમણના ડાભેલ વિસ્‍તારમાં આવેલ રમણની રૂમમાં રહે છે.
પોલીસે બંને આરોપીઓનીપ્રાથમિક પુછપરછ કરતા મૂળ યુપના ભૈયાએ જણાવ્‍યું હતું કે, તેમની પાસેથી મળેલો મોબાઈલ ફોન તેણે અને તેનો મિત્ર દેવરાજ નારાયણ શાહે 27મી જાન્‍યુઆરીના રોજ ઈમરાન નગર વિસ્‍તારમાં રસ્‍તા પર ફોન પર વાતો કરતા જતા એક રાહદારીના હાથમાંથી ઝૂંટયો હતો. જ્‍યારે બીજો મોબાઈલ નેપાળના ચિતુએ વાપી જીઆઈડીસીના 40 શેડ વિસ્‍તારમાં ફોન પર વાતોમાં કરતા રસ્‍તા પર જતા રાહદારી પાસેથી છીનવી લીધો હતો. મોબાઈલ મોબાઈલ છીનવી બન્ને સ્‍નેચરો ધૂમ સ્‍ટાઈલમાં બાઈક પર નાસી છૂટયા હતા.
પોલીસે હાલ આ બંને રીઢા મોબાઈલ સ્‍નેચરોની ની ધરપકડ કરી તેના સાથીદારને વોન્‍ટેડ જાહેર કર્યો છે. તો, પોલીસ તપાસમાં આ બન્ને મોબાઈલ સ્‍નેચર રીઢા ગુનેગાર હોવાનું અને આ પહેલા પણ પોલીસના હાથે ઝડપાઇ ચુકયા હોવાની વિગતો મળી છે.

Related posts

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસીય સંઘપ્રદેશ દાનહ અને દમણની મુલાકાતે

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં વસંત પંચમી અને ‘માતૃ-પિતૃ પૂજન’ દિનની ભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

-સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલના માર્ગદર્શન હેઠળ દાનહ સમગ્ર શિક્ષા દ્વારા ‘સમાવેશી શિક્ષણ’ અંતર્ગત ‘પર્યાવરણ નિર્માણ કાર્યક્રમ’ યોજાયો

vartmanpravah

ચીખલીના થાલા ગામે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

vartmanpravah

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment