Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વાપી નગરપાલિકાએ વિવિધ સંગઠનો, સંસ્થાઓ અને એસોસિએશન સાથે યોજેલી બેઠક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી નગરપાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિવિધ સંગઠનો, સંસ્‍થાઓ, એસોસિએશનો તથા નાગરિકો ‘સ્‍વચ્‍છતા હી સેવા’ કાર્યક્રમમાં સહભાગી બને તે માટે પ્રાદેશિક કમિશ્નર કચેરીના અધિક કલેક્‍ટર બાગુલની અધ્‍યક્ષતામાં વાપી નગરપાલિકાના સભાખંડમાં મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં તા.15.10.2023 થી તા.16.12.2023 સુધી સ્‍વચ્‍છતા માટે વિવિધ પ્રવૃત્તિ કરવા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. રાજ્‍યની તમામ નગરપાલિકાઓ ‘સ્‍વચ્‍છતા હી સેવા’ કાર્યક્રમમાં બસ સ્‍ટેન્‍ડ, રેલ્‍વે સ્‍ટેશન, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, ધાર્મિક સ્‍થળો, સરકારી કચેરી, શાળા, સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક અંગેની જાગૃતિ, શાકભાજી માર્કેટ, બાગ બગીચાની સફાઈ, સરકારી તથા ખાનગી દવાખાના, પાણીની ઓવેરહેડ ટાકી, ફિલટ્રેશન પ્‍લાન્‍ટ વિગેરેની સફાઈ કામગીરી કરવાનું આયોજન નક્કી થયું હતું.
આ મીટિંગમાં વાપીના ચલા યૂથ ક્‍લબ, રોટરી ફોનિક્‍સ, વાપી શોશિયલ ગ્રૂપ, આઈડીએ ફાઉન્‍ડેશન, વિવિધસખી મંડળ, વેપારી એસોસિએશન, સહયોગ, વિવિધ મંડળો તથા નાગરિકોએ સહકાર આપવાની ખાતરી આપી હતી. જેમાં પ્રમુખ શ્રીમતી કશ્‍મીરા હેમલ શાહ, ચીફ ઓફિસરશ્રી શૈલેષ બી. પટેલ, આરોગ્‍ય ચેરમેન શ્રી સુરેશભાઈ પટેલ અને વિવિધ સમિતીના ચેરમેનો તથા વોર્ડના સભ્‍યોતેમજ વાપી નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ અને બાળ સુરક્ષા સમિતિ દ્વારા‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઓરવાડથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં હડતાલ મોકુફ રહ્યાની જાણ ન થતા સી.એન.જી. પમ્‍પ પર વાહનોની ગુરૂવારે કતારો

vartmanpravah

ચીખલીમાં મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી કરનાર આરોપીઓના 6 દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજમાં મહિલા દિન અવસરે સ્ત્રી રોગ સમસ્‍યા સેમિનાર યોજાયો

vartmanpravah

દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વશીબેન પટેલનો બિનહરિફ વિજયઃ ફક્‍ત ઔપચારિક સત્તાવાર જાહેરાત બાકી

vartmanpravah

Leave a Comment