October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારીપારડીવલસાડવાપી

બાગાયત પોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી પરીયાના તેજસ્‍વી તારલાઓએ મેળવેલી સુવર્ણ ચંદ્રક સિધ્‍ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11 : નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્‍તકની જુદી-જુદી ડિપ્‍લોમાં પોલીટેકનીકના વર્ષ 2022-2023 દરમ્‍યાન ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓના પ્રથમ વાર્ષિક પદવીદાન સમારંભ તા.05-10-2023ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના કુલપતિ ડો.ઝેડ.પી. પટેલની અધ્‍યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્‍ય અતિથી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ લિમીટેડના ચેરમેન માનસિંહભાઈ પટેલ ઉપસ્‍થિત રહીને આ પદવીદાન સમારંભને ચાર ચાંદ લગાડયા હતા.
નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્‍તકની કૃષિ, બાગાયત, કૃષિ ઈજનેરી ડિપ્‍લોમાં પોલીટેકનીકના આચાર્યો, પ્રાધ્‍યાપકો તથા અન્‍ય અધિકારી અને કર્મચારીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા.
પ્રથમ પદવીદાન સમારંભમાં ઉપસ્‍થિત રહેલા મુખ્‍ય અતિથી માનસિંહભાઈ પટેલે વિદ્યાર્થીઓને ઉચ્‍ચ અભ્‍યાસ તથા જીવનલક્ષી ઉપયોગી નિવડે તેવી અનેક માહિતી આપી પોતાની જીવનગાથા દ્વારા સૌને પ્રેરીત કર્યા હતા. તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીને પ્રગતિના પંથેઉચ્‍ચ શિખરે પહોંચાડનાર અને આ પ્રથમ પદવીદાન સમારંભ જેમની દેન છે એવા કુલપતિ ડો.ઝેડ.પી. પટેલે તમામ વિદ્યાર્થીઓને પદવીદાન સમારંભ નિમિત્તે શુભેચ્‍છા પાઠવી હતી અને સૌને તેમના મધુર વચનથી મંત્રમુગ્‍ધ કર્યા હતા.
આ પ્રથમ પદવિદાન સમારંભમાં બાગાયત પોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી, પરીયાના વિદ્યાર્થીઓ ક્રમાંક 1, 2 અને 3માં મોખરે રહ્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંક ઓલ ઓવર બાગાયત પોલીટેકનીક વિદ્યાશાખામાં 9.17 ઓ.જી.પી.એ. સાથે અધયારૂં કિશન ધમેન્‍દ્રભાઈ, દ્વિતીય ક્રમાંક 8.98 ઓ.જી.પી.એ. સાથે ભંડેરી કુંજન ભુપતભાઈ અને તૃતિય ક્રમાંક 8.78 ઓ.જી.પી.એ. સાથે પટેલ હરીની વિનોદકુમાર. આ ત્રણેય વિદ્યાર્થીઓને બાગાયત વિદ્યાશાખામાં કુલપતિ શ્રી ડો. ઝેડ. પી. પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્‍માન કરાયું હતું. તેમજ આ પ્રથમ વાર્ષિક પદવીદાન સમારંભ બાગાયત વિદ્યાશાખામાં કુલ બે ગોલ્‍ડ મેડલ એનાયત કરવામાં આવ્‍યા હતા. જે બન્ને ગોલ્‍ડ મેડલ બાગાયત પોલીટેકનીક, પરીયાના વિદ્યાર્થીઓએ હાંસીલ કરી અનેરી સિધ્‍ધિ મેળવી હતી. પ્રથમ કુલપતિ ગોલ્‍ડ મેડલ અધયારૂં કિશન ધર્મેન્‍દ્રભાઈ અને દ્વિતીય શાંતાબેન છોટુભાઈ નાયક ખેડુત પુત્ર ગોલ્‍ડ મેડલ ભંડેરી કુંજન ભુપતભાઈને એનાયત થયો હતો. આ ઐતિહાસિક સિધ્‍ધિ અંગે બાગાયત પોલીટેકનીક, પરીયાના આચાર્યડો.શરદ એસ. ગાયકવાડએ પોતાની કોલેજના આ પ્રથમ પદવીદાન સમારંભમાં બન્ને ગોલ્‍ડ મેડલ મળતા ઉમંગની લાગણી સાથે ગોલ્‍ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ તથા તમામ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અંતઃકરણથી ઉજ્જવળ કારકિર્દી માટે આશિર્વચન સાથે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની યોજાયેલી સેનેટ ચૂંટણીમાં પ્રેફરન્‍શિયલ પ્રક્રિયા સામે ઉઠેલો વિરોધનો સૂર

vartmanpravah

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

vartmanpravah

દાનહ-ખડોલીની સિદ્ધિવિનાયક સ્‍ટીલ કંપનીમાં બીઆઈએસ ટીમની રેડ

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્‍ધ થશે

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્‍થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત અંતર્ગત દમણ-દીવ ઈન્‍ડિયા હેલ્‍થ લાઈનના અધ્‍યક્ષ તરીકે ડો. રાજેશ વાડેકરની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment