Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના સુખાલા ગામે બે ગઠિયા મહિલાને માલિશ કરવાના નામે સોનાની કડી ઉતરાવી ફરાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામે પટેલ ફળીયા ખાતે બાઈક ઉપર સવાર થઈને આવેલા બે ઈસમો દ્વારા પટેલ ફળીયામાં રહેતા એક વૃદ્ધ મહિલાને જોઈ માલીસ કરવા પડશે કહી તેમના પતિ ને ઘરમાં પાણી ગરમ કરવા પાછળ મોકલી દઈને મહિલાએ કાનમાં પહેરેલા સોનાની કડી ઉતરાવી દીધી હતી અને પતિ બહાર આવે તે પહેલા સોનાની કડી તફડાવી ફરાર થઈ જવા પામ્‍યાં હતા.
સુખાલા પટેલ ફળીયા ખાતે રહેતા બચુભાઈ રણછોડભાઈ પટેલ અને તેમના પત્‍ની સવિતાબેન ઓટલા ઉપર બેસેલા હતા ત્‍યારે બાઈક ઉપર સવાર બે અજાણ્‍યા ઈસમો આવ્‍યા હતા. જેઓ કોઈક આયુર્વેદીક દવા વડે માલીસ કરી રોગો દૂર કરતા હોવાનું જણાવી બંને અજાણયા ઈસમો દ્વારા બચુભાઈને ઘરમાં પાણી ગરમ કરવા માટે મોકલી આપ્‍યા હતા. અને બંને ઈસમોએ માલીસ કરવાના બહાને સવિતાબેનના કાનમાં પહેરેલ સોનાની કડી અંદાજિત કિંમત રૂપિયા 25000 ની કડી ઉતરાવી લઈ બચુભાઈ ઘરમાંથી પરત ફરેતે પહેલા જ સોનાની કડી લઈ ફરાર થઈ જવા પામ્‍યા હતા. ઘટના બન્‍યા બાદ બચુભાઈ બહાર આવીને જોતા સવિતા બહેને હકીકત જણાવતા આખરે તેમની સાથે ઠગાઈ કરી ગઠિયા ફરાર થઈ જવા પામ્‍યા હતા.
નોંધનીય છે કે, ગ્રામીણ કક્ષાએ પણ હવે આવા ઠગાઈ કરનાર ગઠિયાઓ સક્રિય થતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો સમગ્ર બાબતે ભોગ બનેલા બચુભાઈ દ્વારા નાનાપોંઢા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે. નાનાપોંઢા પોલીસે તપાસ શરૂ કરી છે.

Related posts

પરિયામાં મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતઃ મોટરસાયકલ સવારનું સારવાર દરમિયાન કરૂણ મોત

vartmanpravah

દાનહમાં ત્રયમ ફાઉન્‍ડેશન અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

પરીક્ષાનાં તણાવમાંથી મુક્‍તિ મેળવવા મોબાઈલ નહીં પરંતુ મેરેથોન જરૂરીઃ અશ્વિન ટંડેલ

vartmanpravah

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

vartmanpravah

Leave a Comment