Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા આયોજીત ‘થનગનાટ નવરાત્રી મહોત્‍સવ’માં આવતી કાલે સેલવાસના હવેલી ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓના ઘોડાપૂર ઉમટશેઃ વિશાળ મેદાન પણ ટૂંકુ લાગશે

સમગ્ર દાદરા નગર હવેલી સહિત વાપી,ઉમરગામ, ભિલાડ સહિતના વિસ્‍તારોમાં પણ દર વર્ષે રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી આયોજીત ‘થનગનાટ નવરાત્રી મહોત્‍સવ’ આકર્ષણનું કેન્‍દ્ર રહે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : તા.15મી ઓક્‍ટોબરના રવિવારથી જગત જનની જગદંબાની નવલી નવરાત્રીનો હર્ષ-ઉમંગ-ઉલ્લાસથી આરંભ થઈ ગયો છે. દાદરા નગર હવેલીની સોસાયટીઓમાં શેરી-ગરબાની ધૂમનો આરંભ માતાજીની આરતી-પૂજા-અર્ચના સાથે કરવામાં આવશે.
નવરાત્રી નજારો અને આયોજનોમાં ઠેર ઠેર જોસ, ઉમંગ જોવા મળી રહ્યો છે. દાનહમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા નવરાત્રી મહોત્‍સવ થનગનાટનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે પણ સેલવાસ- નરોલી રોડ નજીક સ્‍વામીનારાયણ મંદિર સામેના હવેલી ગ્રાઉન્‍ડમાં ‘થનગનાટ નવરાત્રી મહોત્‍સવ-2023’નું આયોજન કરાયું છે. રવિવારથી આરંભ થઈ રહેલ નવરાત્રી મહોત્‍સવમાં ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ બનીને યુવનોનો મહેરામણ ઉમટી પડશે.
પ્રાપ્ત માહિતી મુજબ રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા સેલવાસ શહેરમાં આ વર્ષે ધૂમધામથી હવેલી ગ્રાઉન્‍ડ નરોલી રોડ સ્‍વામિનારાયણ મંદિરની સામે ભવ્‍ય અને શાનદાર થનગનાટ નવરાત્રી મહોત્‍સવ-2023નું આયોજન કરવામાં આવ્‍યું વરસાદની આગાહીના પગલે નવરાત્રી મહોત્‍સવમાંગરબા રસિકોને તકલીફ નહીં પડે તે માટે વિશાળ ડોમની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સાથે સુરક્ષાને ધ્‍યાનમાં લઈ ફાયર સેફટી સહિતની આખા ગ્રાઉન્‍ડમાં સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. કોઈને પાર્કિંગની સમસ્‍યા નહીં થાય એના માટે વિશેષ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.
નવરાત્રી મહોત્‍સવ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ બમ્‍પર ઈનામ પણ આપવામાં આવશે. ઉપરાંત શાનદાર ગરબા પર્ફોર્મન્‍સ કરનાર ખેલૈયાઓને પ્રોત્‍સાહન રૂપે પ્રોત્‍સાહક ઈનામો આપી નવાજવામાં આવશે. આ મેગા ઈવેન્‍ટ ‘થનગનાટ નવરાત્રી મહોત્‍સવ’ દરમ્‍યાન જે ફંડ એકત્રિત થશે એનો દાનહના લોકોના સામાજીક કામ માટે ઉપયોગ કરવામાં આવશે.

Related posts

વલસાડ જોરાવાસણ ઊંડાચ ગામને જોડતો ખરેરા નદીનો કોઝવે અઠવાડીયાથી ડુબાણમાં

vartmanpravah

નાની વહિયાળ ગામે મામા-માસી પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દારૂની હેરાફેરી કરાવનાર કાર માલિકને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah

Leave a Comment