July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના આમલી સ્‍થિત મોબાઈલની દુકાનનું શટર તોડી મોબાઈલની ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ પ્રદીપ મોબાઈલ એસેસરી દુકાનનું શટર તોડી કોઈક ચોરટાંઓ ચોરી કરી ફરાઈ થઇ ગયા હતા. દુકાન માલિક પ્રદીપભાઈએ જણાવ્‍યું કે, રવિવારે રાત્રે નવ વાગ્‍યે દુકાન બંધ કરી ઘરે ગયા હતા અને રાત્રે બાર વાગ્‍યા સુધી દુકાન સહી સલામત હતી. સવારે જ્‍યારે દુકાન ખોલવા આવ્‍યો ત્‍યારે જોયું કે દુકાનનું શટર વચ્‍ચેના ભાગથી વળી ગયેલું હતું અને તાળુ પણ તુટેલું હતું. જે જોઈઆજુબાજુવાળા દુકાનદારો અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને દુકાન ખોલીને જોતા રીપેરીંગ માટે આવેલ જૂના મોબાઈલો જેની અંદાજીત કિંમત રૂા.15 હજારની ચોરી થયેલ હોવાનું માલુમ પડયું હતું. ઘટનાની જાણ સેલવાસ પોલીસને થતાં તેમની ટીમ પહોંચી હતી અને દુકાનની અંદર તપાસ હાથ ધરી હતી. ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

નેશનલ સપોર્ટ-ડે નિમિત્તે નારગોલ ખાતે તાલુકા કક્ષાનો રમતોત્‍સવ ઉજવાયો

vartmanpravah

પારડી તાલુકાના ૪૦ ગામો માટે રૂ.૧૧૨.૪૮ કરોડની પારડી પાણી જુથ પુરવઠા યોજના પૂર્ણતાને આરે

vartmanpravah

વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ કરતાં જિલ્લા પ્રમુખ અલકાબેન શાહ

vartmanpravah

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં સામાજીક સંસ્‍થાઓ પાઠય પુસ્‍તક બેંક કાર્યરત કરવા માટે આગળ આવે

vartmanpravah

ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી શાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ‘ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2022′ યોજાઈ

vartmanpravah

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

Leave a Comment