Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બરોડા આરસેટી દ્વારા શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: બેંક ઓફ બરોડા દ્વારા સંચાલિત બરોડા આરસેટી-સેલવાસ દાનહના ખેરડી ગ્રામ પંચાયતના ડોલારા ગામમાં શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી પર દસ દિવસની ટ્રેનિંગ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો, જેમાં 25 એસ.એચ.જી. મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ટ્રેનિંગ લેનારને વિવિધ ખેતી ટેકનીક જેવી કે પોલી હાઉસ, શેડ નેટ અંગે ટ્રેનિંગ આપવામાં આવી ટ્રેનર રાજેન્‍દ્ર કુમાર પટેલ દ્વારા આપવામાં આવી હતી.
દાનહ કૃષિ વિભાગના ટ્રેનરોને સમર્થન કર્યું હતું અને આગળની ગતિવિધિ શરૂ કરવા અને મહિલાઓને પ્રેરિત કરવા માટે તેઓએ ટામેટા, વેંગણ, લીંબુ જેવા વિવિધ છોડો આપી સહાયતા કરી છે અને આગળ પણ કોઈપણ આવશ્‍યકતા માટે આશ્વાસન આપ્‍યું હતું. આ અવસરે ખેરડી ગામના સરપંચ શ્રી યશવંત ઘુટીયા અને એમની ટીમે ભાગ લીધો હતો અને તેઓને પણ સહાયતા આપવાનું આશ્વાશન આપવામાં આવ્‍યું હતું. ટ્રેનિંગ કાર્યક્રમના સમન્‍વયન બરોડા આરસેટી સેલવાસના સંકાય સંદીપ રાવતયા દ્વારા કરવામાંઆવ્‍યું હતું અને કાર્યાલય સહાયક રાકેશ સાવંત દ્વારા સમર્થિત કરવામાં આવ્‍યું હતું. ટ્રેનિંગ લેનાર દરેકને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં બોગસ તબીબો સામે તવાઈઃ વધુ એક ઝડપાયો, 3 બોગસ ડોક્‍ટરો દવાખાનું બંધ કરી પલાયન

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેનતરીકે પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિઃ પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈની વરણી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા નવરાત્રીના શુભ અવસરે થનગનાટ ગરબા મહોત્‍સવનું થનારૂં આયોજન

vartmanpravah

થર્ટીફર્સ્‍ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્‍થળોએ પ્રવાસીઓનો ધસારો

vartmanpravah

દમણમાં એક્‍સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં ઉમટેલું દમણ

vartmanpravah

GNLU સેલવાસના વિદ્યાર્થીઓ માટે કેનેડિયન પ્રોફેસર દ્વારા કાયદા અને અર્થશાષા પર ત્રણ દિવસીય વ્‍યાખ્‍યાન શ્રેણીનું આયોજન

vartmanpravah

Leave a Comment