August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર ઍસોસિઍશન દ્વારા ઘોઘલા ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા સરકારી બોઈસ હાઈસ્‍કૂલ ખાતે દીવ ડિસ્‍ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટી દીવ તથા ડિસ્‍ટ્રિકટ બાર એસોસિયેશન દીવ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતાને લઈને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સર્વ ઉપસ્‍થિત વિદ્યાર્થીઓ અને મહેમાનોએ પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં પહેલા ઉપસ્‍થિત વકિલ ગણ તથા પ્રિન્‍સિપાલનુ પુષ્‍પ ગુચ્‍છ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું, ત્‍યારબાદ ડિસ્‍ટ્રિકટ બાર એસોસિયેશનના પ્રમુખ સુરેશ ચૂડાસમા, વકિલ પારસ પૈડાં, મહિલા વકીલ એ.બી.મકવાણા, વગેરેએ કાયદાકીય જોગવાઈ વિશે વિસ્‍તૃત માહિતી આપી, તેઓએ બાળકોને લગતા કાનુની કાયદા તથા કાયદાનો ઉલંઘન કર્તાને થતી સજા વગેરે જણાવ્‍યું હતું. સાથે બંધારણ, ફરજ, હક, ટ્રાફીક નિયમો વગેરેની વિદ્યાર્થીઓને સમજણ અપાઈ, કાર્યક્રમ દરમિયાન શાબ્‍દિક સ્‍વાગત સ્‍કૂલના પ્રિન્‍સિપાલ રામજીભાઈ વાજાએ કર્યું હતું.આભારવિધી શિક્ષિકા કિંજલબેન દ્વારા કરવામાં આવી હતી. સમગ કાર્યક્રમનું મંચ સંચાલન શિક્ષક દિવ્‍યેશ બારીયા દ્વારા થયું હતું. કાર્યક્રમ દરમિયાન દીવ કોર્ટનો સ્‍ટાફ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી થર્ડફેઝ રોડ ઉપર રીક્ષામાં સ્‍ટંટ કરવો ભારે પડયો : પોલીસે રીક્ષા ચાલક સહિત બેની અટકાયત કરી

vartmanpravah

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

vartmanpravah

પીએમ મોદીએ આઇકોનિક વીકમાં જન સમર્થ પોર્ટલ લોન્‍ચ કર્યું: દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જીએસટી વિભાગ દ્વારા થયેલી જીવંત પ્રસારણની વ્‍યવસ્‍થા

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment