August 26, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ રાંધામાં ‘‘બાળ વિવાહ મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી

સમાજમાં પ્રવર્તી રહેલી બાળ વિવાહની કૂપ્રથાને જડમૂળથી મીટાવવા લીધેલા શપથ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્માના દિશાનિર્દેશ મુજબ ગઈકાલે મંગળવારે દાદરા નગર હવેલીના રાંધા ગામમાં ‘બાળ વિવાહ મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાળ વિવાહ નિષેધ અધિકારી અને સેલવાસના મામલતદાર શ્રી સાગર ઠક્કરના નેતૃત્‍વમાં સરપંચશ્રીની હાજરીમાં શાળાના બાળકો, શિક્ષકો, પંચાયત સભ્‍યો સહિત અન્‍ય પદાધિકારીઓ, આંગણવાડી કાર્યકર્તા, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો દ્વારા બાળ વિવાહના કુરિવાજને નાબૂદ કરવાની જાગૃતિ માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ રેલીનો હેતુ લોકોમાં બાળ વિવાહને રોકવા માટે જનજાગૃતિ ફેલાવવા અને શાળાના બાળકોના માનસ પટલ પર આ કુરિવાજના કારણે તેમના આરોગ્‍ય પર પડી રહેલા દુષ્‍પ્રભાવ પ્રત્‍યે જાગૃત કરવાનો હતો.
આ દરમિયાન હાજર રહેલા તમામે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ સુનિશ્ચિત કરશે કે એમની આજુબાજુ અને સમુદાયમાં કોઈપણ કુટુંબ બાળ વિવાહ ન કરે અને જો કોઈ એવો કિસ્‍સો ધ્‍યાન પર આવશે તો એનીજાણકારી જિલ્લાના બાળ વિવાહ નિષેધ અધિકારી અને મામલતદાર સેલવાસને આપશે.
અત્રે આયોજીત બાળ વિવાહ નાબૂદી જાગૃતિ રેલીમાં રાંધા પંચાયતના ગ્રામજનોએ પૂર્ણ સહયોગ આપ્‍યો હતો અને બાળ વિવાહના આ દુષણને જડમૂળથી મીટાવવા માટે પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.

Related posts

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

વલસાડથી પારડી પો.સ્‍ટે.માં ફરજ પર જવા નિકળેલ કોન્‍સ્‍ટેબલની બાઈકને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વાપીના સી.એ. વિરૂધ્‍ધ વધુ એક કારનામાની પોલીસ ફરિયાદ જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.માં નોંધાઈ

vartmanpravah

પારડી હોસ્‍પિટલમાં ચાલી રહેલો સર્જીકલ કેમ્‍પ

vartmanpravah

એક મહિના પહેલાં વલસાડ માલવણમાં ડિકમ્‍પોઝ હાલતમાં મળેલી મહિલાની લાશનો હત્‍યાનો ભેદ ખુલ્‍યો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના જન્‍મ દિન નિમિત્તે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓને આપેલું તિથિ ભોજન

vartmanpravah

Leave a Comment