October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા ગામની હાઈમસ્ટ લાઈટ ઍક મહિનાથી અધવચ્ચે લટકી રહેતાં અકસ્માતની સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : દાદરા નગર હવેલીના દાદરા દેમણી સ્‍કૂલની બાજુમાં લગાવવામાં આવેલ હાઈમસ્‍ટ લાઈટ એક મહિના પહેલાંથી બંધ થઈ ગઈ હતી, જેને રીપેર તો કરવામાં આવી હતી, પરંતુ આ લાઈટને થાંભલા ઉપર ચડાવવાને બદલે છ ફુટના અંતરે જ બાંધીને લટકતી રાખી દેવામાં આવેલ છે. આ અંગે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પંચાયતના કર્મચારીઓ અને પદાધિકારીઓના ધ્‍યાનમાં તો હશે જ. છતાં પણ આ હાઈમસ્‍ટ લાઈટને થાંભલા ઉપર ચડાવવામાં આવતી નથી. આ વિસ્‍તારમાં સ્‍ટ્રીટ લાઈટની બાજુમાં બાળમંદિર અને શાળા પણ આવેલી છે જેમાં નાનાં ભૂલકાંઓ ભણવા માટે આવે છે. તેથી જો આ લાઈટ નીચે જ લટકતી હોવાથી ન કરે નારાયણને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ? એવો પ્રશ્ન અહીં પસાર થનારા અને સ્‍થાનિકોમાં પ્રવર્તી રહ્યો છે. તેથી બહેતર એ રહેશે કે લટકતી હાઈમસ્‍ટ લાઈટને તાત્‍કાલિક થાંભલા ઉપર ઊંચે ચડાવી દેવામાં આવે એસમયની માંગ છે.

Related posts

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તિહું લોક ઉજાગર…: વાપી વિસ્‍તારમાં અનેક મંદિરોમાં હનુમાન જયંતિની આસ્‍થા સાથે પાવન ઉજવણી : મહાપ્રસાદનો હજારોએ લાભ લીધો

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ ઍ સંઘના સ્વયંસેવકોઍ કરેલો સંગ્રામ છે અને તત્કાલિન અધિકારીઅોઍ તે માટે શક્ય તેટલી મદદ કરેલી છે

vartmanpravah

મોટી દમણના મચ્‍છી-શાકભાજી વિક્રેતાઓને નવનિર્મિત આલીશાન માર્કેટમાં ખસેડાતા હવે ખાલી પડેલ ગ્રાઉન્‍ડની જગ્‍યાએ પાર્કિંગની વ્‍યવસ્‍થા કરવા માંગ

vartmanpravah

vartmanpravah

દાદરા નગર હવેલીની મુક્‍તિના 70મા વર્ષે આત્‍મમંથન

vartmanpravah

Leave a Comment