Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી મળતી સબસિડીનો હવાલો આપી છળકપટ કરી ઓનલાઈન લૂંટ ચલાવતા આરોપીની દમણ પોલીસે ઝારખંડના ગિરિડિહથી કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : દમણ પોલીસને સતત 6 મહિનાની મહેનત બાદ ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી મળનારી સબસિડીના હવાલો આપીને છળકપટ કરનારા આરોપીને દમણથી 1700 કિલોમીટર દૂર ઝારખંડના ગિરિડીહથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત એપ્રિલ મહિનામાં ફરિયાદીએ કરેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેમના મોબાઈલ નંબર પર એક અજાણ્‍યા મોબાઈલથી ફોન આવ્‍યો અને કહ્યું કે તે ડોક્‍ટર દિપક આંગણવાડીથી બોલી રહ્યો છે અને તમામ ગર્ભવતી મહિલાઓને સરકાર દ્વારા રૂા.10 હજારની સબસિડી આપવામાં આવી રહી છે. આ રીતે હવાલો આપીને ફરિયાદીના મોબાઈલમાં એનીડેસ્‍ક એપ ડાઉનલોડ કરાવીને તેમના મોબાઈલની એક્‍સેસ લઈને તેમના ખાતામાંથી કુલ રૂા.51,272 સેરવી લીધા હતા.
આવા જ પ્રકારની અન્‍ય 05 ફરિયાદ દમણના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ હતી. જેમાં સબસિડીનો હવાલો આપીને કુલ રૂા.225000ની છેતરપિંડી કરી છે. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસમથકમાં ગુનો રજીસ્‍ટર નંબર 48/2023, યુ/એસ. 420 આઈ.પી.સી.ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો.
કેસની વધુ તપાસ ચાલુ રહેતા લગાતાર 6 મહિના સુધી ખુબ મહેનત કરવામાં આવી હતી. જેના આધારે પોલીસની એક ટીમ બિહાર અને પヘમિ બંગાળ મોકલવામાં આવીહતી. જેમાં આરોપીને પકડવામાં સફળતા મળી ન હતી. આરોપી હંમેશા તેની ગુનાહિત પ્રવૃત્તિ અને વિસ્‍તાર બદલી રહ્યો હતો. ત્‍યારબાદ ફરીથી એક ટીમને ઝારખંડ મોકલવામાં આવી હતી. જેમાં ખૂબ જ મહેનત બાદ આરોપી ઉમેશ તેજન મંડલ (ઉં.વ.33) રહે.ગિરિડિહ, ઝારખંડને તેના રહેણાંક વિસ્‍તારમાંથી જ ઝડપી પાડવામાં આવ્‍યો હતો અને ત્‍યારબાદ તેને દમણ લાવવામાં સફળતા મળી. પોલીસે આરોપી પાસેથી એક રિઅલમી મોબાઈલ પણ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્‍યા મુજબ આરોપી લગાતાર ગર્ભવતી મહિલાઓને સાઈબર ગુનાના શિકાર બનાવી રહ્યો હતો અને આખરે ઘણી મહેનત બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

Related posts

વાપીની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓનું 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

vartmanpravah

દમણના આંટિયાવાડ ખાતે વાપી કોચરવાના માથાભારે શખ્‍સ મિતેશ પટેલ અને સાગરિતોએ એક વ્‍યક્‍તિ ઉપર કરેલો પ્રાણઘાતક હૂમલો

vartmanpravah

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

vartmanpravah

ઓરવાડ મેદાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા બે ફરાર

vartmanpravah

વાપીના ત્રણ તોડબાજ પત્રકારો વિરૂધ્‍ધ વધુ એક ફરિયાદ નોંધાઈ: તબીબ પાસે પાંચ લાખ માંગ્‍યા અને તબીબે 1.80 લાખ આપ્‍યા

vartmanpravah

ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિત અને પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડેલનો દૃઢ વિશ્વાસ દાનહમાં શિવસેનાને રોકવા અને અસલી આદિવાસીને જીતાડવા કમળ સોળે કળાશે ખીલશે

vartmanpravah

Leave a Comment