January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ છીપવાડ અંડરપાસ નજીક રિક્ષા પલ્‍ટી મારતા ચાલક સહિત ચાર મુસાફરો ઘાયલ

કૈલાસ રોડ સ્‍થિત પોતાના ઘરે શાકભાજી માર્કેટમાં ખરીદી કરી એક જ પરિવાર રિક્ષામાં જતો હતો ત્‍યારે સર્જાયેલ અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડના છીપવાડ અંડરપાસ નજીક આજે ગુરૂવારે સવારે રિક્ષા પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ચાર મુસાફરો અને ચાલકને નાની મોટી ઈજા થઈ હતી. તમામ ઘાયલને કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
વલસાડ કૈલાસનગર વિસ્‍તારમાં રહેતો પરિવાર શાકભાજી માર્કેટમાં ગુરૂવાર સવારે ખરીદી માટે આવ્‍યો હતો. ખરીદી બાદ ઘરે જવા માટે રિક્ષા નં.જીજે 15 ટીડી 2536માં સવાર થઈને જઈ રહ્યા હતા ત્‍યારે છીપવાડ અંડરપાસ નજીક રિક્ષાની બ્રેક ફેઈલ થતા રિક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં એક જ પરિવારનાચાર સભ્‍યો અને ચાલક ઘાયલ થયા હતા. તમામને નજીકની કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સદ્દનસિબે મોટી દુર્ઘટના ટળી હતી.

Related posts

મોદી સરકારમાં સંઘપ્રદેશનો વહીવટ નેતાલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી-વિકાસલક્ષી રહ્યો

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ સપ્તાહનો સમાપન કાર્યક્રમ

vartmanpravah

હાટ બજાર બંધ કરવા પારડી વેપારી મંડળ દ્વારા ચીફ ઓફિસર તથા મામલતદારને અપાયેલું આવેદનપત્ર

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ચીખલી તાલુકામાં ખેડૂતો દ્વારા શેરડીના પાકમાં ઓછાં ખર્ચે વધુ ઉત્‍પાદન માટે ઘર આંગણે શેરડીના રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે

vartmanpravah

Leave a Comment