August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

ચીખલીતાલુકામાં પાંજરાની અછત સર્જાતા વનવવિભાગ દ્વારા
વાંસદા તાલુકામાંથી પાંજરા મંગાવા પડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના ગામોમાં દિવસેને દિવસે દીપડાના ભયનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે. ગતરોજ ફડવેલમાં પણ બચ્‍ચા સાથે દીપડી નજરે પડી હતી. ચીખલી તાલુકામાં પાંજરાની અછત સર્જાતા વન વિભાગ દ્વારા બે જેટલા પાંજરા વાંસદાથી મંગાવાયા હતા. જોકે એક પણ પાંજરામાં કયાંય દીપડો ન પૂરાતા ગામેગામ ફરતા દીપડાઓ તાલુકાને વહેલો છોડે તેમ લાગતું નથી.
સાદકપોરમાં એક જ રાતમાં માનવી અને પશુ પર દીપડાના હુમલા બાદ ફડવેલના નવા ફળિયામાં પણ ઘરે જઈ રહેલ વીજ કંપનીના કર્મચારીની મોટરસાયકલ સામે પણ દીપડો ધસી આવ્‍યો હતો. આ ઉપરાંત પીપલગભણ, ખુડવેલ, દેગામ, સાદડવેલ, તલાવચોરા સહિતના ગામોમાં પણ દીપડાઓ જાહેરમાં આટાફેરા કરતા વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી તેમાં મારણ પણ મૂકવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્‍યાએ તો કેમેરા પણ ગોઠવાયા છે. પરંતુ એક પણ દીપડો પાંજરે પુરાયો નથી.
આ દરમ્‍યાન ગતરાત્રે સાદકપોરના ચાડીયા ફળીયામાં દિલીપ શંકરભાઈના ઘરેથી દીપડો બકરું ઉઠાવી ગયો હતો. અને આ વિસ્‍તારમાં જ દીપડો જોવા પણ મળતા ગામના સરપંચ સંજયભાઈપટેલે વન વિભાગને જાણ કરી હતી અને સાદકપોરના ધડુલી ફળીયા વિસ્‍તારમાં વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની કવાયત હાથ ધરાઈ હતી. આ ઉપરાંત ફડવેલના નવા ફળીયામાં પણ રાત્રે ત્રણેક બચ્‍ચા સાથે દીપડો નજરે પડતા તાલુકા સભ્‍ય મહેશભાઈ, પૂર્વ સરપંચ હરીશભાઈ સહિતનાઓએ વનવિભાગને અવગત કર્યું હતું. તાલુકાના અનેક ગામોને દીપડાઓએ રીતસરના બાનમાં લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે.

Related posts

દાદરા નગર હવેલીના ખેલો ઇન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ ખાતે ટેબલ ટેનિસ હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પનો પ્રારંભ

vartmanpravah

સમગ્ર સેલવાસ ભાજપમય બન્‍યું: બુલંદ બનેલો વિજયનો વિશ્વાસ દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે પ્રચંડ રોડ શૉ સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી.માં પ્રથમવાર વિદેશની તર્જ પર કોબલ સ્‍ટોન રસ્‍તા બનશે

vartmanpravah

દમણમાં શુક્રવારથી ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો થનારો પ્રારંભ : ઉત્તર ભારતીયોમાં થનગનાટ: 27મી માર્ચે યોજાનારી ફાઈનલ મેચ

vartmanpravah

દાનહ મરાઠી સેવા સંઘ દ્વારા સમાજના અગ્રણીઓ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment