Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

દેશના વિકાસ માટે બાળકોને શિક્ષિત બનાવવા ખુબ જ જરૂરીઃ પવન એચ. બનસોડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્‍ય શ્રી શ્રીધર એમ. ભોસલેના માર્ગદર્શનમાં શનિવારે મોટી દમણ કોર્ટ પરિસરમાં કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સભ્‍ય સહ સચિવ શ્રી પવન એચ. બનસોડે શાળાના બાળકોને ન્‍યાયપાલિકાની પ્રક્રિયાની બાબતમાં જાણકારી આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત આ કાનૂની સાક્ષરતા શિબિરમાં રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્‍ય સહ સચિવ શ્રી પવન એચ. બનસોડે શાળાના બાળકોને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે, દેશના વિકાસ માટે બાળકોને શિક્ષિત બનાવવા ખુબજ જરૂરી છે. જ્‍યાં સુધી યુવા પેઢીશિક્ષિત નહીં હશે ત્‍યાં સુધી તેમણે કાનૂની અધિકારો અને કર્તવ્‍યની જાણકારી પણ આપી નથી શકાતી. તેમણે બાળકોના 8મા ધોરણમાં સમાજશાષા વિષયમાં ન્‍યાયપાલિકા પ્રકરણની બાબતમાં જાણકારી આપતાં તેમણે નીચલી અદાલત, જિલ્લા અને સત્ર ન્‍યાયાલય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની પ્રક્રિયાની જાણકારી આપી હતી.
પ્રારંભમાં યુવા એડવોકેટ શ્રી ઉદય પટેલે શિક્ષણના અધિકારની માહિતી આપતા જણાવ્‍યું હતું કે, દેશના નાગરિકોને બંધારણમાં દરેકને ભણવા-લખવાનો અધિકાર આપવામાં આવ્‍યો છે. આ કાયદો દેશના પ્રત્‍યેક 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને મફત શિક્ષણ આપવાનો પક્ષધર છે. ખાનગી શાળાઓમાં પણ 25 ટકા બેઠકો અનામત વર્ગના બાળકો માટે આરક્ષિત રાખવાની છે. આ નિયમનું પાલન નહીં કરતી શાળાઓની માન્‍યતા રદ્‌ કરવાનું પણ પ્રાવધાન છે. આ અધિનિયમ અંતર્ગત દરેક શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ હોવી આવશ્‍યક છે. જેમાં ક્‍લાસરૂમ, ટોયલેટ, રમતનું મેદાન, પીવાનું પાણી, બપોરનું ભોજન અને પુસ્‍તકાલય સામેલ છે. આ અધિનિયમના મુજબ શાળા કોઈપણ પ્રકારનું ડોનેશન, કેપીટેશન ફી લઈ શકતી નથી. તેમણે શુદ્ધ હવા, જળ, ખોરાક, રહેઠાણ અને શિક્ષણના અધિકારની બાબતમાં પણ જાણકારી આપી હતી.

Related posts

રાજ્યમાં સૌપ્રથમ વલસાડ જિલ્લામાં ચૂંટણીના મેનેજમેન્ટ માટે વલસાડ ડીઈઓ એપ જિલ્લા ચૂંટણી અધિકારીક્ષિપ્રા આગ્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરાઈ

vartmanpravah

વસુંધરા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વૈદુ ભગત ઉજવણી મનાલા ખાતે યોજાયો

vartmanpravah

દમણની સેલો કંપનીમાં ફરજ બજાવતા સિક્‍યુરીટી ગાર્ડ ઉપર અજાણ્‍યા ઈસમે કરેલું ફાયરિંગ

vartmanpravah

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી અને વાઈબ્રન્ટ બિઝનેસ પાર્ક દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ-દીવ ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે નિમાયેલા હરીશભાઈ પટેલનું સાંસદ લાલુભાઈ પટેલ, જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ સહિતના આગેવાનોએ કરેલું હાર્દિક અભિવાદન

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણી

vartmanpravah

Leave a Comment