October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદીવ

સુરત અને અમદાવાદથી દીવમાટે વિમાની સેવાનો થયો પ્રારંભઃ પ્રવાસન અને વેપાર-ધંધાને મળનારૂં પ્રોત્‍સાહન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્‍વ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સુરત અને અમદાવાદથી દીવ માટે વિમાન સેવાનો પ્રારંભ આજથી થયો છે. કેન્‍દ્ર સરકારની ‘ઉડાન 5.0′ યોજના અંતર્ગત સુરત અને અમદાવાદથી આ સેવા શરૂ થઈ રહી છે. આ ફલાઈટ ઈન્‍ડિગો એરલાઈન્‍સ (6ઈ)ની હશે અને આજથી રોજ સંચાલિત થશે. દીવથી સુરત અને સુરતથી દીવ આવવા-જવા માટે એરલાઈન્‍સની ટિકિટનો ખર્ચ લગભગ રૂા.2500 પ્રતિ ટિકિટ રહેશે. જ્‍યારે દીવથી અમદાવાદ અને અમદાવાદથી દીવ માટે લગભગ રૂા.3100ની એક ટિકિટ હશે.
અત્રે નોંધનીય છે કે, સુરત અને અમદાવાદથી દીવ માટે સીધી વિમાની સેવા શરૂ થવાથી પ્રવાસનને પણ ઉત્તેજન મળશે અને ધંધા-વેપાર સંભાવનાઓમાં પણ વધારો થશે.
મળતી માહિતી પ્રમાણે આવતા દિવસોમાં સ્‍પાઈસ જેટ અને ઘોડાવત ગ્રુપની હવાઈ સેવા પણ સુરત અને અમદાવાદથી દીવ માટે શરૂ થવાની છે. આ ક્રમમાં દીવથી સૌરાષ્‍ટ્ર માટે પણ હવાઈ ઉડાનો શરૂ કરાશે. જેથી શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્‍થળોના અવાગમન માટે પણ સુગમતા રહેશે.

Related posts

વાપી આર. કે. દેસાઈ કોમર્સ-મેનેજમેન્‍ટ કોલેજના વિદ્યાર્થી ટીવાય બીકોમમાં ટોપર બન્‍યા

vartmanpravah

તામિલનાડુ ખાતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં દીવ ખાતે યોજાયેલ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સની કરેલી સરાહના

vartmanpravah

પાલઘરના બોરડી ખાતે નુમા ઈન્‍ડિયાએ નેશનલ ટ્રેનિંગ કેમ્‍પનું કરેલું સફળ આયોજન

vartmanpravah

દાનહ જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના ચોક્કસ પદાધિકારીઓ દ્વારા થનારા મોટા ‘ખેલા’ સામે 11 જિ.પં. સભ્‍યોએ ખેંચેલી સીધી લાઈન

vartmanpravah

વાપીમાં ચાલતી ટ્રેનમાં જુગાર રમતા સાત જુગારીયા ઝડપાયા : સ્‍ટેટ મોનિટરિંગ સેલનો સપાટો

vartmanpravah

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

vartmanpravah

Leave a Comment