October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: સાળંગપુરની પાવન ધરતી પર બિરાજમાન શ્રીકષ્ટભંજન હનુમાન દાદાના 175 વર્ષ પૂર્ણ થયા તેનો ભવ્‍ય શતામૃત ઉત્‍સવ ઉજવણી નિમિતે તારીખ 01/11/2023 ના રોજ શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથ સાંજે 5:30 કલાકે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પુરાણી સ્‍વામી કપિલજીવનદાસજીની આગેવાની હેઠળ સંસ્‍થાની પાવન ભૂમિને ભક્‍તિમય બનાવશે. જેનો દરેક ભક્‍તો લાભ લઈ શકશે. સાંજે 7:00 કલાકે સુંદરકાંડનો પાઠ કરવામાં આવશે. તારીખ 02/11/2023 ના રોજ સવારે 8 કલાકે છપ્‍પન ભોગ સાથે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ સવારે 9 કલાકે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથ શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવથી સમર્પણ જ્ઞાન સ્‍કુલ સલવાવ પહોચશે. 9:30 કલાકે સારસ્‍વત સ્‍કુલ, 10:00 વાગ્‍યે રામલીલા મેદાન, 11:00 વાગ્‍યે હિમ્‍મતસિંહ પાર્ક, 11:30 વાગ્‍યે ક્રિષ્‍ના ઈન્‍ટરનેશનલ સ્‍કુલ, બપોરે 3:00 વાગ્‍યે કેબીએસ કોલેજ, 4:00 વાગ્‍યે ઈચ્‍છાપૂર્તિ હનુમાન દાદા મંદિર ચણોદ ખાતે પધરામણી કરી 5:00 વાગ્‍યેસાળંગપુર જવા માટે રવાના થશે તો આપશ્રી જાહેર જનતાને શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે આ લાભ લેવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

વાપી પાલિકાએ વેરો ના ભરતા ચલા વિસ્‍તારના રો-હાઉસ માલિકોને નોટિસો ફટકારી, બે ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન 17મીસપ્‍ટેમ્‍બરે રોટરી ક્‍લબ દાનહ દ્વારા નિઃશુલ્‍ક મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

vartmanpravah

પારડી અરિહંત ટાઉનશીપ બિલ્‍ડીંગમાંથી મોપેડ ચોરાઈ

vartmanpravah

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

vartmanpravah

Leave a Comment