September 11, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલીના સુરંગી ગામે મહોરમના દિવસે નમાજ પઢવા આવેલ 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમ વ્‍યક્‍તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્‍યો હતો, જે સંદર્ભે ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રઈશ મુખ્‍તાર અન્‍સારી રહેવાસી મુસ્‍લિમપાડા, સુરંગી જેઓ એમના ભાઈઓ જોડે ગામની મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલ હતા મસ્‍જિદમાંથી બહાર નીકળ્‍યા બાદ રઈશ અને તેમના બન્ને ભાઈઓ ઉપર ગામના જ એક મુસ્‍લિમ પરિવારના લોકો અને એમના સાગરીતો દ્વારા મુક્કા અને હાથ-પગ વડે ટોળામાં આવેલ લોકોએ માર માર્યો હતો. આ બાબતે રઈશના મોટા ભાઈ સાલમ અંસારીએ જણાવ્‍યું કે આ હુમલો કરનાર અમારા ગામના જ છે, જેના ઘરની દીકરી અને મારો નાનો ભાઈ રઈશ સાથે પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. આ બાબતે અગાઉ પણ ચારથી પાંચ વખત અમારી ઉપર હુમલો કરવામાં આવેલ છે તેથી અમારે એટલું જ કહેવું છે કે છોકરીના પરિવારવાળા જો રાજી હોય તો અમારા ભાઈ જોડે શાદી કરે, જો નહીં રાજી હોયતો ન કરે, અમને કોઈ જ વાંધો નથી. છોકરીના પરિવારવાળા દાદાગીરી કરતા રહે છે અને કહે છે કે તમારા પરિવારને અમે ગામમાં નહિ રહેવા દઈશું. આ ઘટના અંગે ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી છે અને અમને યોગ્‍ય ન્‍યાય મળે એવી માંગ કરી છે.

Related posts

ચીન અને દુનિયામાં વધી રહેલ કોવિડ-19ના રોગીઓને લઈ દાનહ અને દમણ દીવનું આરોગ્‍ય વિભાગ સતર્કઃ આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે વિભાગના અધિકારીઓ સાથે કરેલું ચિંતન-મનન

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતની ‘સબ કી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત મળેલી ગ્રામ સભા : વિવિધ વિકાસના કામો ઉપર મંજૂરીની મહોર

vartmanpravah

‘‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલીની ગ્રામ પંચાયતોમાં જાહેર સભા અને ગ્રામસભાઓ યોજાઈ

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

vartmanpravah

વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્‍મ જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment