Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ દાભેલ ખાતે ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસની લીધેલી મુલાકાત

  • વર્તમાનપ્રવાહના અદ્યતન ઓરિએન્‍ટ વેબ ઓફસેટની કામગીરીથી વિદ્યાર્થીઓ પ્રભાવિત

  • વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓએ ગારમેન્‍ટ, જ્‍યુસ ફેક્‍ટરી તથા ઈંટના ભઠ્ઠાની પણ લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ નાની દમણના દાભેલ ખાતે આવેલ ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસની મુલાકાત લઈ સમાચાર પત્રના નિર્માણની કામગીરી જાણી હતી.
‘વર્તમાન પ્રવાહ’ પ્રેસના સિનિયર પ્રોડક્‍શન મેનેજર શ્રી સંદિપ યાદવ અને શ્રી લક્ષ્મણરાવ પરાપથિએ વિદ્યાર્થીઓને અદ્યતન ઓરિએન્‍ટ વેબ ઓફસેટમાં કલાકની 30,000 કોપીની ઝડપથી છપાતી પ્રક્રિયાની સમજ આપી હતી. વિદ્યાર્થીઓને પ્‍લેટ મેકિંગ મશીન અને સિસ્‍ટમની પણ જાણકારી આપી હતી. ‘વર્તમાન પ્રવાહ’ પોતાની સત્‍યનિષ્‍ઠા, તટસ્‍થતાની સાથે સુદૃઢ છપાઈ માટે જાણીતું સંઘપ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતનું એક મોખરાનું દૈનિક છે. વિદ્યાર્થીઓ કામગીરી નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા.
વાત્‍સલ્‍ય શાળાના વિદ્યાર્થીઓએ ગારમેન્‍ટ ફેક્‍ટરી, જ્‍યુસ ફેક્‍ટરી તથા ઈંટ પકવવાના ભઠ્ઠાની પણ મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રા દ્વારા મનોરંજનની સાથે સાથે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં પણ થતી વૃદ્ધિને ધ્‍યાનમાં રાખી વાત્‍સલ્‍ય સ્‍કૂલ મેનેજમેન્‍ટ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. જેવિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍ય માટે મદદરૂપ બનશે.
શૈક્ષણિક યાત્રાના સફળ આયોજનમાં શાળાના શિક્ષકોનું પણ વિશેષ યોગદાન રહ્યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની કરેલી ઉજવણી

vartmanpravah

ભારતીય ડેડલિફટ ફેડરેશન દ્વારા ડોકમરડી ખાતે ડેડલિફટ ચેમ્‍પિયનશિપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે વિજ્‍યાદશમીએ કરેલું પથ સંચલન

vartmanpravah

દમણ-દીવ સહિતના દરિયા કિનારાને પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવા ઉપર સરકારની નજર

vartmanpravah

‘સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવાસ્‍કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment