Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ પીપરીયાના નવા પુલ પર કારચાલકે ગાયને ટક્કર મારતા ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: મોડી રાત્રિએ સેલવાસથી વાપી તરફ જઈ રહેલ ડસ્‍ટર કારના ચાલકે રસ્‍તા પર બેસેલ ગાયને જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્‍ત ગાયને સારવાર અર્થે ડોકમરડી પશુ દવાખાને લઈ જવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસથી વાપી તરફ મોડી રાત્રે જઈ રહેલ ડસ્‍ટર કારના ચાલકે પીપરીયા પુલ પર રસ્‍તાની સાઈડ પર બેસેલ ગાયને જોરદાર ટક્કર મારી દીધી હતી. જેમાં ગાયને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાને જોતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને ગૌરક્ષકોને ખબર મળતાં તેઓ પણ પહોંચી ગયા હતા. લોકોનું ટોળુ ભેગું થઈ જતા પીપરીયા પોલીસની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. ત્‍યારબાદ ગૌરક્ષકોએ પશુએમ્‍બ્‍યુલન્‍સ બોલાવી ગાયને સારવાર અર્થે ડોકમરડી ખાતેના પશુ દવાખાનામાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. આ ઘટનાને જોતા ગૌરક્ષકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્‍યો હતો. બીજી તરફ એ પણ ચર્ચા કરવામાં આવી રહી હતી કે પશુપાલકો દ્વારા ગૌધનને ખુલ્લેઆમ છોડી દેવાને કારણે રાત્રી દરમ્‍યાન તેઓ રસ્‍તાઓની વચ્‍ચે જ બેસી જાય છે જેના કારણે જીવલેણ અકસ્‍માતો સર્જાતા હોય છે. જેથી સંઘપ્રદેશ પ્રશાસન આ બાબતે નક્કર પગલાં ભરવામાં આવે અને પશુઓને ખુલ્લામાં છોડી મુકતા પશુપાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને પ્રાકળતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ 21મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

વાપી-વલસાડમાં બે કલાક તોફાની વરસાદ પડયો : વિદાય થયેલો વરસાદ ફરી પડતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

નશામુક્‍તિના ઉદ્દેશ્‍ય સાથે 6 હજાર કિમીની દોડ ઉપર નીકળેલા રૂપેશ મકવાણા વલસાડ પહોંચ્‍યા

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

vartmanpravah

Leave a Comment