Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્‍થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ

કન્‍ટેનર ચાલક સૌરબ જેનુખાન તથા ટ્રાન્‍સપોર્ટ મેનેજર નરેન્‍દ્ર રાજકરણ સિંઘની અટક : ગુટખા અને કન્‍ટેનર મળી રૂા.40.94 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી જીઆઈડીસી ફસ્‍ટ ફેઈઝમાં પોલીસે રૂા.25.84 લાખ ગુટખાનો ગેરકાયદેસરનો જથ્‍થો ઝડપી પાડયો હતો. જેની તપાસમાં પોલીસે કન્‍ટેનર ચાલક અને ટ્રાન્‍સપોર્ટ મેનેજરની ધરપકડ કરી છે.
વાપી ડિવિઝન ડી.વાય.એસ.પી. બી.એન. દવેએ વિગતો જણાવતા માહિતી આપી હતી કે પોલીસે બાતમીમુજબ ફક્‍ત ફેઝ દિલેશ કોમ્‍પલેક્ષ દુકાન નં.9માં આવેલ કિયા શક્‍તિ લોજીસ્‍ટીક ટ્રાન્‍સપોર્ટ સામે રોડ ઉપરથી કન્‍ટેનર ચાલકના કબજામાં કન્‍ટેનર નં.આરજે 14 1621માં પુરાવા વગરનો ગુટખાનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે ચાલક સૌરાબ જેનુખાનની અટક કરી વધુ પૂછપરછ કરતા કિયા શક્‍તિ લોજીસ્‍ટીક ટ્રાન્‍સપોર્ટના મેનેજરની કથિત સંડોવણી જણાઈ આવતા તેની પણ પોલીસે ધરપકડ કરી હતી. 25,84,080 રૂપિયાનો ગુટખાનો જથ્‍થો તથા કન્‍ટેનર મળી 40,94,080 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. ગયા અઠવાડીયા ડુંગરી ફળીયા કરવડના ગોડાઉનમાં 98 લાખનો ગુટખાનો જથ્‍થો ઝડપાયો હતો. સાથે જ આ કન્‍ટેનરમાં ભરેલ ગુટખાનો જથ્‍થો ઝડપાતા ગુટખા માફીયાઓ ઉપર પોલીસની બાજ નજર જોવા મળી રહી છે.

Related posts

વલસાડ પારનેરા હાઈવે પર કાર અને ટ્રક વચ્‍ચે થયેલ અકસ્‍માત જોવા ગયેલ યુવાનને અજાણી કારે ટક્કર મારતા મોત

vartmanpravah

અબ્રામા હાઈવે ઉપર બે બાઈક ભટકાતા પડી ગયેલ યુવાન ઉપર ટ્રેક્‍ટરનું ટાયર ફરી વળતા કરુણ મોત

vartmanpravah

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah

“કુપોષણ મુક્ત નવસારી જિલ્લો” જન આંદોલન ત્રીજો તબકકો: નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

vartmanpravah

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

વલસાડની સરકારી પોલીટેકનિક કોલેજને NBA સર્ટીફીકેટ મળ્યું

vartmanpravah

Leave a Comment