October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : ગુરૂવારે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેના હવેલી ગ્રાઉન્‍ડમાં જગદગુરુ શ્રી નરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં સમસ્‍યા પર સમાધાન માટે માર્ગદર્શન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શ્રી શ્રી નરેન્‍દ્રાચાર્ય મહારાજે તેમની વાણીમાં જણાવ્‍યું હતું કે, અંધવિશ્વાસ ઉન્‍મૂલન ગતિવિધિઓ પર વિશ્વાસ નહીં કરતા આધ્‍યાત્‍મ, વિજ્ઞાન અને અભ્‍યાસને મેળવી જીવન કેવી રીતે જીવાય એના પર માર્ગદર્શન વિશાળ શૈલીમાં માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, કોઈનુ ખોટું ન કરો અને એકાગ્ર મનથી દિવસમાં ફક્‍ત 10 મિનિટ ભક્‍તિ કરો, સાથે કર્મ કરતા રહો. એના અનુરૂપ જ તમને ફળ પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં હજારોની સંખ્‍યામાં ભાવિક ભક્‍તોએ લાભ લીધો હતો.
કાર્યક્રમ પહેલાં જગદગુરુ શ્રી નરેન્‍દ્રાચાર્યએ સ્‍વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા બાદ સમસ્‍યા પર આધારિત માર્ગદર્શનની શરૂઆત કરી હતી. આ અવસરે જગદગુરુ શ્રી નરેન્‍દ્રાચાર્ય મહારાજના દર્શન કરવા માટે ઉમરગામના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર અને દાનહ શિવસેનાના પ્રમુખ શ્રી અભિનવ ડેલકર સહિત મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘વિશ્વ પ્રવાસન દિવસ’ નિમિત્તે દમણમાં ‘ટ્રાવેલ ફોર લાઇફ પ્રોગ્રામ’નું કરાયું લોન્‍ચિંગ

vartmanpravah

રોટરી ક્‍લબ દમણે જરૂરિયાતમંદ ફેરિયાઓને તડકા અને વરસાદ સામે રક્ષણ માટે આપેલો ‘રોટરીનો છાંયડો’

vartmanpravah

દાનહ-નરોલીની કંપનીના રૂમમાં કર્મચારીને એટેક આવતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

બીલીમોરા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ ખાતે મહિલા જાગૃતિ દિવસની ઉમંગભેર ઉજવણી

vartmanpravah

દાનહમાં ૦૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ દમણમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

Leave a Comment