July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દિવાળીના તહેવારને અનુલક્ષી સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે એસડીએમ/આરડીસી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં ફટાકડાના વેપારીઓ/શેરી વિક્રેતાઓ સાથે યોજાયેલી બેઠક: લાયસન્‍સ વગર ફટાકડાનું વેચાણ નહીં કરવા આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : આગામી દિવાળીના તહેવારને નજર સમક્ષ રાખતાં દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રેટ અને નિવાસી નાયબ કલેક્‍ટર(આરડીસી) સુશ્રી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં ફટાકડાના વેપારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રે અને આરડીસી સુશ્રી ચાર્મી પારેખે આગામી દિવાળીના તહેવારને અનુલક્ષી વેપારી એસોસિએશન, શેરી વિક્રેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં દિવાળી તહેવારમાં ફટાકડાના વેચાણ બાબતે માર્ગદર્શન, સૂચનો તથા કેટલાક નિયમો અંગે વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ફટાકડાનું વેચાણ કરનારા વેપારારીઓ પાસે ફરજીયાતલાયસન્‍સ હોવું જરૂરી છે, ફટાકડાની દુકાન ગ્રાઉન્‍ડ ફલોર પર જ હોવી જોઈએ, દુકાનમાં ઇલેક્‍ટ્રીક વાયરિંગ ઢીલુ કે અવ્‍યવસ્‍થિત હોવું જોઈએ નહીં, ફાયર સેફટીની પણ સુવિધાઓ હોવી જોઈએ, ફૂટપાથ પર કે વરસાદી પાણીના નિકાલની ગટર પર પણ ફટાકડાની દુકાન લગાવી શકાશે નહિ, કામચલાવ શેડ બનાવવા માટે આવશ્‍યક અનુમતિ સેલવાસ નગરપાલિકા, ગ્રામ પંચાયતમાં પાસેથી પ્રાપ્ત કરવાની રહેશે અને દિવાળી તહેવાર દરમ્‍યાન આતશબાજીના વેચાણ માટેની અસ્‍થાયી દુકાનોનું લાયસન્‍સ જિલ્લા મેજિસ્‍ટ્રેટ પાસેથી મેળવવાનું રહેશે, ફટાકડા વેચનાર દરેક વિક્રેતાઓએ વિસ્‍ફોટક નિયમ-2008ની દરેક શરતોનું પાલન કરવાનું રહેશે. વગેરે બાબતે વિવિધ સૂચનો અને માર્ગદર્શન વેપારીઓ એસોસિએશનના સભ્‍યો, વેપારીઓ અને શેરી વિક્રેતાઓને આપવામાં આવ્‍યું હતું.
આ બેઠકમાં સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંગ્રામ શિંદે સહિત વેપારીઓ, શેર વિક્રેતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રદેશ પ્રભારી વિનોદ સોનકરની ઉપસ્‍થિતિમાં ખરડપાડાના સરપંચ દામુભાઈ બડઘા સહિત તમામ સભ્‍યોએ બાંધેલી ભાજપની કંઠીઃ વિકાસની રાજનીતિ ઉપર મહોર

vartmanpravah

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

vartmanpravah

વલસાડ અને વાપીમાં 38 દવાની દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

દમણ-દીવ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગ પટેલનો આજે જન્મ દિવસ

vartmanpravah

વલસાડ તિથલમાં રેસર ગૃપ દ્વારા ફૂલ મેરેથોન દોડ યોજાઈ : કલેક્‍ટર અને એસ.પી. પણ 10 કિ.મી. મેરેથોન દોડ દોડયા

vartmanpravah

Leave a Comment