Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : જ્‍યારથી પ્રશાસન દ્વારા કામદારો માટેના લઘુત્તમ વેતન દરોની જાહેરાત કરવામાં આવી છે ત્‍યારથી એક પછી એક કંપનીના કામદારો, કર્મચારીઓ દ્વારા હડતાળ કે વિરોધ પ્રદર્શન તથા લેબર ઓફિસરને મળીને તેમની રજૂઆતો કરવાનો દૌર ચાલુ રહ્યો છે. જેની કડીમાં દાદરા નગર હવેલીમાં આવેલી ખુશ્‍બુ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ કંપનીના કામદારોએ તેમના પગાર વધારા મુદ્દે ગત 9 ઓક્‍ટોબર, 2023ના રોજ હડતાળ પાડી વિરોધ નોંધાવ્‍યો હતો. હડતાળથી ખિજાયેલા કંપનીના કોન્‍ટ્રાક્‍ટરે કેટલીક મહિલા કર્મચારીઓને નોકરી પરથી છૂટી કરી દેવામાં આવી હતી. આ બાબતે મહિલાઓ કામદારોએ અન્‍ય કર્મચારીઓ સાથે મળી એમની સમસ્‍યા બાબતે રજૂઆત કરવા દાનહના લેબર ઓફિસરને મળવા ગયા હતા. જેમાં મહિલા કામદારોએ જણાવ્‍યું હતું કે, અમે જે કંપનીમાં કામ કરીએ છીએ ત્‍યાં રોજના ફક્‍ત 250 રૂપિયા મુજબ પગાર આપવામાં આવે છે, અને જો સંજોગોવસાત કોઈક દિવસ રજા પાડવામાં આવે તો એના કરતા પણ ઓછો પગાર આપે છે. જેથી અમને યોગ્‍ય ન્‍યાય મળવો જોઈએઅને સરકારી નિયમ મુજબ પગાર મળે એવી આશા વ્‍યક્‍ત કરી હતી.
લેબર ઓફિસરે પણ કંપનીના લેબર કોન્‍ટ્રાક્‍ટરને રૂબરૂ બોલાવી તેઓ સાથે ચર્ચા કરી કામદારોના પ્રશ્નોનો યોગ્‍ય ઉકેલ લાવવાની સલાહ અને બાંહેધરી આપી હતી.

Related posts

ઈ-ગુજકોપ પ્રોજેક્‍ટ અંતર્ગ ‘ઈ-કોપ ઓફ ધ મન્‍થ’ એવોર્ડ માટે વલસાડ જિલ્લાના 3 પોલીસકર્મીઓની પસંદગી

vartmanpravah

કપરાડાના શિંગડુંગરી ગામ માટે જીંદગી જીવવાનો અભિશાપ છે, જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશે

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

લોકોમાં જાગેલી આશા અને આકાંક્ષા નવનિયુક્‍ત અધ્‍યક્ષ ચંચળબેન પટેલ દમણ જિલ્લા કોળી પટેલ સમાજને અસરકારક અને પ્રભાવશાળી નેતૃત્‍વ પુરૂં પાડશે

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

Leave a Comment