July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ચણોદ સ્થિત કે.બી.એસકોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજવાપીમાંવિઘાર્થીઓ શિક્ષણની સાથે આજના હરીફાઈ યુગમાં દરેક ક્ષેત્રમાં કેવી રીતે પગભર થઈ શકે , વિવિઘ પરિસ્થિતિમાં નીડર રહીને નિર્ણયો લેવા તથા વક્તિ, સમાજ અને દેશના વિકાસ માટે લીડરશીપ લઈ શકે તે હેતુથી સ્વ. M.R. PAI ની યાદગીરીમાં M.R. PAIફાઉંન્ડેશન અને ફોરમ ફ્રી એન્ટરપ્રાઈઝ, મુંબઈ તથા સદર ફોરમ ફોર હેલ્પ યુનિટના સહયોગથી ત્રણ દિવસની લીડરશીપ તાલીમનાવર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ૮૬ વિઘાર્થીઓએ ભાગ લીઘો હતો. આ તાલીમમાં શ્રી વિવેક પટકી સાહેબ અને શ્રી સચીનકામથ સાહેબ તાલીમ આપવા હાજર રહ્યા હતા. આ તાલીમમાંવિઘાર્થીઓ ગોલ સેટીંગ અને અચીવીંગ, વાકચતુર્ય, નિર્ણાયક શક્તિ, ટીમવર્ક, આત્મવિશ્વાસ વગેરે વિષયો પર ખુબ જ ઉંડુ સમજણ આપીને પ્રેકટીકલરમતો રમાડીનેવિઘાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થતા વિઘાર્થીઓઆત્મવિશ્વાસથી ભરપૂર થઈને એક સારા લીડર બનશે તેવી ખાતરી આપી હતી. આ વર્કશોપનું આયોજન અને સંચાલન કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો. યતીન વ્યાસ, ડો. દિપકસાંકી, ડો. ક્રિષ્નારાજપૂત અને કું. રિઆદેસાઈએકર્યુ હતું. આમ મોટી સંખ્યામાં વિઘાર્થીઓતાલીમમાં ભાગ લઈ વર્કશોપને સફળ બનાવતા કોલજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણેM.R. PAIફાઉંન્ડેશન ના મિત્રો તેમજ સ્ટાફનાસભ્યોનો તેમજ વિઘાર્થીઓનો આભાર વ્યક્ત સારા લીડર બનવા માટે આહવાન આપ્યુ હતું.

Related posts

સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

આઈસ્‍ક્રીમ લઈ પારડી આવી રહેલ ટેમ્‍પાનો પારડી આઈટીઆઈ નજીક અકસ્‍માત

vartmanpravah

પરિયામાં ફેક્‍ટરીમાં ઘુસી મારામારી કરનારા થયા જેલભેગા

vartmanpravah

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

vartmanpravah

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

vartmanpravah

રાજ્યમાં સૌપ્રથમ વલસાડ જિલ્લામાં ચૂંટણીના મેનેજમેન્ટ માટે વલસાડ ડીઈઓ એપ જિલ્લા ચૂંટણી અધિકારીક્ષિપ્રા આગ્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરાઈ

vartmanpravah

Leave a Comment