Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણઃ સુપ્રીમ કોર્ટમાં સરકારની વિશેષ લીવ પીટિશન નામંજૂરઃ મુંબઈ હાઈકોર્ટ કરશે સુનાવણી

ટોરેન્‍ટ પાવરની મુશ્‍કેલી વધવાની સંભાવનાઃ મુંબઈ હાઈકોર્ટમાં થનારી સુનાવણી ઉપર હવે તમામની નજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.07 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગના ખાનગીકરણના મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટમાં ભારત સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ વિશેષ લીવ પીટિશન નિરર્થક ગણી ડિસમિસ કરવાનો આદેશ જારી કર્યો છે અને સુનાવણી માટે ફરી મુંબઈ હાઈકોર્ટમાં સમગ્ર પ્રકરણને મોકલવામાં આવ્‍યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પ્રકરણ હવે કાનૂની દાવપેચમાં ઉલઝી રહ્યું હોવાનું દેખાય છે.
પ્રાપ્ત માહિત પ્રમાણે 2021ના વર્ષમાં પત્રકાર શ્રી સતિષ શર્માએ એક જનહિત યાચિકા મુંબઈ હાઈકોર્ટમાં દાખલ કરી દમણ-દીવના વિદ્યુત વિભાગનું ખોટી રીતે થઈ રહેલ ખાનગીકરણ રોકવા દાદ માંગી હતી. જેના ઉપર મુંબઈ હાઈકોર્ટના મુખ્‍ય ન્‍યાયમૂર્તિની ખંડપીઠે જનહિત યાચિકાની તરફેણમાં 03 માર્ચ, 2021ના રોજ સ્‍ટે ઓર્ડર જારી કર્યો હતો. જેને ભારત સરકારે જુલાઈ, 2021માં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલિલો સાંભળ્‍યા બાદ 09 જુલાઈ,2021ના રોજ મુંબઈ હાઈકોર્ટના આદેશ ઉપર સ્‍ટે ઓર્ડર જારી કરી આગળની સુનાવણી છ સપ્તાહ બાદ રાખવામાં આવી હતી. પરંતુ ઘણી વખત સુપ્રીમ કોર્ટમાં આ પ્રકરણની સુનાવણી ટળતી રહી હતી.
સુપ્રીમ કોર્ટના ન્‍યાયમૂર્તિ શ્રી સંજીવ ખન્ના અને ન્‍યાયમૂર્તિ શ્રી સી.વી.એન.ભટ્ટીની ખંડપીઠે 03 નવેમ્‍બર, 2023ના રોજ સુનાવણી બાદ ભારત સરકારની આ વિશેષ લીવ પીટિશનને રદ્‌ કરી પ્રકરણ ફરી મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી માટે મોકલવામાં આવ્‍યું છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્‍યું છે કે, આ પ્રકરણને મેરિટના આધાર ઉપર પોતાનો નિર્ણય લેવા મુંબઈ હાઈકોર્ટ સ્‍વતંત્ર છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદ્યુત વિભાગના ખાનગીકરણના નિર્ણય અને તેના માટે 14 ડિસેમ્‍બર, 2020ના રોજ જારી ટેન્‍ડર પ્રક્રિયાને પત્રકાર શ્રી સતિષ શર્માએ મુંબઈ હાઈકોર્ટમાં એક જનહિત યાચિકા દાખલ કરી પડકારી હતી. જનહિત યાચિકા ઉપર હાઈકોર્ટે વિદ્યુત વિભાગની ખાનગીકરણની કાર્યવાહી અને તેના માટે જારી ટેન્‍ડર પ્રક્રિયા ઉપર ન્‍યાયમૂર્તિ દીપાશંકર દત્તાની બેંચે આગળની સુનાવણી સુધી રોક લગાવી હતી. જનહિત યાચિકામાં હાઈકોર્ટે જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસન દ્વારા જારી પ્રક્રિયા વૈધાનિક નથીઅને અહીં વીજળીના દર પડોશી રાજ્‍યોની સરખામણીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌથી સસ્‍તા છે તથા 24 કલાક સપ્તાહના સાતે સાત દિવસ કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર વીજ પુરવઠો ગ્રાહકોને મળતો રહે છે.

Related posts

સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર : પાછળથી પિતાએ પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી

vartmanpravah

નવસારી લુન્‍સીકુઈ ખાતે જૈન ઈન્‍ટરનેશલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અહિંસા રન’ મેરેથોન યોજાઈ

vartmanpravah

સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે તિથિ ભોજન તથા હોસ્‍પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્‍કિટનું વિતરણ કરી મનાવ્‍યો

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

વલસાડી હાફુસ કેરી માટેનું જી.આઈ. ટેગ નહી હોવાથી ખેડૂતોને વૈશ્વિક બજારમાં વેચાણની મુશ્‍કેલી પડે છે

vartmanpravah

વલસાડમાં પોરબંદર બાન્‍દ્રા ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયું : 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરી

vartmanpravah

Leave a Comment