October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023 માટે દાનહ અને દમણ જિલ્લા કક્ષાની પ્રાથમિક પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ ઉત્‍સાહપૂર્વક લીધેલો ભાગ

બીચ બોક્‍સિંગ, બીચ સોકર, બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, સી સ્‍વિમિંગ, પેંચક સિલાટ, મલ્લખંભ, ટગ ઓફ વોર જેવી રમતો માટે ખેલાડીઓની કરાયેલી પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસન જાન્‍યુઆરી 2024માં રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન કરવા જઈ રહ્યું છે. અત્રે યાદ રહે કે, ભારતમાં બીચ રમતોની આ પ્રથમ ઈવેન્‍ટ હશે. આ ઈવેન્‍ટનો હેતુ વિવિધ બીચ રમતોને પ્રોત્‍સાહન આપવાનો છે.
આ સંદર્ભે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ, કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનના યુવા બાબતો અને રમતગમત વિભાગે દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023માં ભાગ લેવા માટે યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગના સચિવ ડૉ. અરુણ ટી.ના માર્ગદર્શનહેઠળ અને રમતગમત વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી 6ઠ્ઠી નવેમ્‍બરે મોટી દમણના લાઇટ હાઉસ(દીવાદાંડી) બીચ, ખાતે દમણ જિલ્લાના ખેલાડીઓ માટે અને આજે 7 નવેમ્‍બરે દાદરા નગર હવેલી જિલ્લાના ખેલાડીઓ માટે જિલ્લા સ્‍તરીય પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રાથમિક પસંદગી પ્રક્રિયામાં દમણ અને દાદરા નગર હવેલી જિલ્લાના ખેલાડીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પસંદગી પ્રક્રિયામાં બીચ બોક્‍સિંગ, બીચ સોકર, બીચ વૉલીબોલ, બીચ કબડ્ડી, સી સ્‍વિમિંગ, પેંચક સિલાટ, મલ્લખંભ, ટગ ઓફ વોર આ રમતોમાં ખેલાડીઓની પસંદગી દમણ અને દીવ બીચ રમતોત્‍સવ -2023માં ભાગ લેવા માટે કરવામાં આવી હતી. સંઘપ્રદેશના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા આ પસંદ કરાયેલા ખેલાડીઓની પ્રતિભાને વધુ નિખારવા માટે અને આ ખેલાડીઓ દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023માં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશ અને પ્રદેશનું ગૌરવ વધારી શકે તે ધ્‍યાનમાં રાખીને, વિભાગ દ્વારા પ્રદેશ કક્ષાની પસંદગી પ્રક્રિયા સઘન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. જેમાં રમતગમતના નિષ્‍ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે.

Related posts

ગુજરાત બોર્ડના સામાન્‍ય પ્રવાહના પરિણામમાં દમણ જિલ્લાની 6 શાળાનું પરિણામ 100 ટકાઃ સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણની ગુણવત્તા સુધારવા લીધેલા પગલાંની અસર

vartmanpravah

વાપીમાં વેપારી બોગસ વેબસાઈટમાં 94 લાખનું ટ્રાન્‍જેકશન કરી સાઈબર ક્રાઈમનો ભોગ બન્‍યો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય વર્ચ્‍યુઅલ મીટિંગ યોજાઈ

vartmanpravah

‘‘રામ દ્વાર શ્રી પીઠ” માં હનુમાન જયંતિની ઉજવણી

vartmanpravah

વલસાડ સિવિલમાંથી નવજાત શિશુની ચોરી : માત્ર બે કલાકમાં શિશુ ચોરનાર મહિલા પકડાઈ

vartmanpravah

દીવમાં જલારામ જયંતીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment