(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.07: કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ આજે વાપી ખાતે જી.એસ.ટી. ભવનોના મુલાકાતે આવ્યા હતા. તેઓ હવાઈમાર્ગે આવતાં દમણ કોસ્ટગાર્ડ એરપોર્ટ ઉપર ઉતર્યા હતા. તે સમયે તેમને આવકારવા ગુજરાત રાજ્યના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગના સાંસદ ડૉ. કે.સી પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત કંસારા અને દમણ કોસ્ટગાર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહી શ્રીમતી નિર્મલા સીતારમણનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સડક માર્ગે મોટરકાર દ્વારા વાપી પહોંચ્યા હતા અને અહીંથી ગુજરાતના 12 જેટલા જી.એસ.ટી. ભવનોનું લોકાર્પણ કયું હતું.