December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાંચ વર્ષે પારડીથી અપહરણ થયેલ સગીરાને વેસ્‍ટ બંગાળથી શોધી લાવતી પારડી પોલીસ

પારડી પોલીસે અપહરણ કરનારને જેલના હવાલે કરી સગીરાના વાલી-વારસને પુખ્‍ત બનેલ સગીરાનો દોઢ વરસના બાળક સાથે કબજો સોંપ્‍યો

પારડી તાલુકાના એક ગામમાંથી 2018માં ક્રિષ્‍નાપડા સહદેવ ચૌધરી ઉંમર વર્ષ 25 નામનો વ્‍યક્‍તિ એક સગીરાનું અપહરણ કરી ગયો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: નવા આવેલ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્મા દ્વારા આવા અપહરણ થયેલ સગીરો પ્રત્‍યે ગંભીરતા દાખવીને આવા કેસોને શોધી કાઢવાની આપેલ સૂચના અનુસાર પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાને પારડી પોલીસસ્‍ટેશન વિસ્‍તારમાંથી 2018માં એક સગીરાનુ અપહરણ થયેલ હોવાનું ધ્‍યાને આવતા તેઓએ આ કેસને ગંભીરતાથી લઈ વધુ તપાસને અંતે અપહરણ કરનાર હાલમાં વેસ્‍ટ બંગાળ ખાતે હોવાનું માહિતી પ્રાપ્ત થતા પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. ડી. એલ. વસાવાને વેસ્‍ટ બંગાળ ખાતે મોકલી અપહરણ કરનાર આરોપી ક્રિષ્‍નાપડા સહદેવ ચૌધરી. ઉંમર વર્ષ 25 રહે.કલજુરી ગામ, પોસ્‍ટ. છત્રકરણી તાલુકા જિલ્લા બાનકુરા, વેસ્‍ટ બંગાળની ધરપકડ કરી જે તે સમયની સગીરા આજે પુખ્‍ત વયની દોઢ વર્ષના બાળકની માતા બનેલની સાથે પારડી પોલીસ સ્‍ટેશન ખાતે લાવી જે તે સમયની સગીરાને પોતાના દોઢ વર્ષના બાળક સાથે એમના વાલીને સોંપી અપહરણ કરનાર કળષ્‍ણપડા સહદેવ ચૌધરીને અપહરણ, બળાત્‍કાર તથા પોસકો જેવી કલમો હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે.
આમ પારડી પોલીસને પાંચ વર્ષ જુના અપરણ કેસમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

Related posts

પાલઘરના બોરડી ખાતે નુમા ઈન્‍ડિયાએ નેશનલ ટ્રેનિંગ કેમ્‍પનું કરેલું સફળ આયોજન

vartmanpravah

દમણની સરકારી પોલીટેકનિક કોલેજમાં સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગ દ્વારા ‘એન્‍જિનિયર્સ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

vartmanpravah

દમણ પોલીસે ફોનના માધ્‍યમથી ગ્રાહકોનો સંપર્ક કરી મહિલાઓ પાસે અનૈતિક કાર્ય કરાવનારા બે શખ્‍સોની કરેલી ધરપકડ

vartmanpravah

બગવાડા ટોલનાકાનો ટોલમાં અસહ્ય વધારો થતા કોમર્શિયલ વાહનો ગામડાના રસ્‍તેથી વાપી જીઆઈડીસીમાં દાખલ થઈ રહ્યા છે

vartmanpravah

પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.4.864 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 86.70 લાખના કામોનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment