June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એલ. જી. હરિઆ શાળાને કેન્‍દ્રના નાણાંમંત્રી સીતારમનના હસ્‍તે પ્રતિષ્ઠિત પુરસ્‍કાર એનાયત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાને કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના હસ્‍તે પ્રતિષ્‍ઠિત પુરસ્‍કાર એનાયત કરાયો હતો. કેન્‍દ્રના નાણા અને કોર્પોરેટ અફેર્સ વિભાગના મંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્‍યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લાની વાપીની જ્ઞાનધામ શાળા ખાતે જી.એસ.ટી. સેવા કેન્‍દ્રનાં લોકાર્પણ અર્થે ઉપસ્‍થિત રહ્યા હતાં. ચન્‍દ્રયાન-3ની સફળતા અને એ અમૂલ્‍ય યાદગાર ક્ષણ સાથે બાળકો સંકળાયેલ રહે એ હેતુથી વાપી તાલુકાની વિવિધ શાળાઓને ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ ભેટ સ્‍વરૂપે આપવામાં આવી હતી. જેમાંવાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના ધોરણ-છનો વિદ્યાર્થીઓ કુશ પટેલ અને ધોરણ પાંચની વિદ્યાર્થીની ઉમૈકા ભારદ્વાજને આ અમૂલ્‍ય તક શ્રીમતી નિર્મલા સીતારમણના વરદ હસ્‍તે ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ પુરસ્‍કાર રૂપે ગ્રહણ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. શાળા પરિવાર માટે આ ખૂબ જ ગૌરવપૂર્ણ અવસર હતો. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી બાળકોને મળેલ આ ગૌરવપૂર્ણ પુરસ્‍કાર માટે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ઉમરગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસ કમિશનરના આકારણી માટેના પરિપત્રનું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

વાપીમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.આશા ગાંધીનું ચિત્ર પ્રદર્શન યોજાયું

vartmanpravah

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષા ઊજવણી વલસાડ ખાતે

vartmanpravah

વલસાડમાંટુવ્‍હિલર ચોરતી ગેંગ ઝડપાઈઃ ચોરી કરેલા વાહનો એક દુકાનમાં રખાયા હતા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા

vartmanpravah

વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ધોવાણ થયેલા માર્ગોનું મરામત કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

Leave a Comment