December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લો ડેંગ્‍યુના ભરડામાં, 7 મહિનામાં 77 દર્દી પોઝિટીવ : 1019 શંકાસ્‍પદ કેસ નોંધાયા

ડેંગ્‍યુના દર્દીને જરૂરી એવા પ્‍લેટલેટ બ્‍લડની અછત ઉભી થઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: સમગ્ર વલસાડ જિલ્લામાં ડેંગ્‍યુનો પ્રકોશ જોવા મળી રહ્યો છે. છેલ્લાત્રણ મહિનાથી ડેંગ્‍યુના દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જિલ્લામાં 77 દર્દી પોઝિટીવ જણાયા છે. તેમજ 1019 શંકાસ્‍પદ કેસ નોંધાયા છે. બીજી તરફ ડેંગ્‍યુના દર્દીને જરૂરી એવા બ્‍લડની અછત ઉભી થઈ ચૂકી છે.
ડેંગ્‍યુ શુધ્‍ધ પાણીના મચ્‍છરોથી ફેલાતો રોગ છે. તેથી શહેરી વિસ્‍તારમાં વધારે પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. જિલ્લાના તાલુકાની વર્તમાન સ્‍થિતિ મુજબ વાપી તાલુકામાં 230 શંકાસ્‍પદ કેસની સામે 19 કન્‍ફર્મ કેસ સામે આવ્‍યા છે. તે રીતે ઉમરગામ તાલુકામાં 237 સામે 25 કેસ કન્‍ફર્મ નોંધાયા છે. સૌથી ઓછા ધરમપુર તાલુકામાં એકમાત્ર કેસ છે. કપરાડામાં 67 શંકાસ્‍પદ સામે 7 કેસ પોઝિટીવ નોંધાયા છે. ડેંગ્‍યુના દર્દીની સારવાર માટે પ્‍લેટલેટ બ્‍લડની ખાસ જરૂરીયાત છે. હાલમાં વેકેશનમાં બ્‍લડ ડોનર બહારગામ હોવાથી આ રક્‍તની અછત ઉભી થઈ ચૂકી છે. તેમ છતાં ત્રણ માસમાં બ્‍લડ બેંકો દ્વારા 4638 યુનિટ બ્‍લડ વિતરણ કરવામાં આવ્‍યું છે. તેમાં 106 યુનિટ પ્‍લેટલેટ બ્‍લડ પુરુ પાડવામાં આવ્‍યું છે. હાલ જિલ્લામાં આરોગ્‍ય વિભાગની 692 ટીમો કાર્યરત છે. જેમાં પાવડરનો છંટકાવ તેમજ સંગ્રહિત પાણીમાં ગપ્‍પી ફીશ મુકવામાં આવી રહી છે તેમજ આરોગ્‍યની ટીમો તપાસ કરાવવા નાગરિકોને સમજાવી રહી છે.

Related posts

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા અંડર-14 બોયઝ-ગર્લ્‍સ અને અંડર 17 બોયઝ-ગર્લ્‍સની પ્રિ-સુબ્રતો કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપીની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓનું 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

vartmanpravah

પારડીના ૯ યુવાનો નેપાળમાં કુદરતી આફતમાં ફસાતા ગૃહ વિભાગ દ્વારા બચાવાયાઃ ઈન્ડિયન ઍમ્બેસી લવાયા

vartmanpravah

દમણમાં 18, દાનહમાં 21, દીવમાં 0ર કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

એન.આર.અગ્રવાલની પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

Leave a Comment