Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશને કુપોષણની સમસ્‍યાથી મુક્‍ત કરવા ઉચ્‍ચ અધિકારીઓ અને ગ્રામ પંચાયતો પણ મિશન મોડમાંસંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયતમાં ધાત્રી માતાઓને કરેલું પૌષ્‍ટિક લાડુનું વિતરણ

ધાત્રી માતાઓના ઘરે જઈ નાણાં સચિવે માતા અને બાળકની ખબર-અંતર પૂછતા સર્જાયેલું હકારાત્‍મકતાનું વાતાવરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવને કુપોષણની સમસ્‍યાથી મુક્‍ત કરવા આપેલા દિશા-નિર્દેશ અંતર્ગત ઉચ્‍ચ અધિકારીઓ અને ગ્રામ પંચાયતોએ પણ મિશન મોડમાં કામગીરી શરૂ કરી છે અને પ્રશાસને વિવિધ ઉચ્‍ચ અધિકારીઓને વિવિધ વિસ્‍તારોની જવાબદારી પણ સુપ્રત કરવામાં આવેલ છે. જેમાં દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના પ્રભારી અધિકારી તરીકે નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતને જવાબદારી સુપ્રત કરવામાં આવેલ છે.
પ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં દમણવાડા ગ્રામ પંચાયતે ધાત્રી માતાઓને શુદ્ધ ઘીમાં બનાવેલ લાડુનું વિતરણ કર્યું હતું. જેના કારણે માતાને જરૂરી શક્‍તિમાં ઉમેરો થવાથી ધાવણ કરતા શીશુની તંદુરસ્‍તી પણ સારી રહી શકે.
પ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે લાભાર્થી માતાઓના ઘરે જઈ લાડુનું વિતરણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યુંહતું. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ઉપ સરપંચ શ્રી મિલન પટેલ તેમજ પંચાયતનો સ્‍ટાફ પણ જોડાયો હતો.

Related posts

સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્‍વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 2.39 લાખની રોકડ અને 8.45 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

તા.૨૧ મીએ મરોલી ખાતે હેલ્થમેળાનું આયોજન

vartmanpravah

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વાપી-વલસાડમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment